Last Updated on by Sampurna Samachar
ગઠીયાઓએ પૈસા ન આપતાં વૃદ્ધ મહિલાને ફ્રોડનો અહેસાસ થયો
૧૮૦ થી ૨૦૦ રૂપિયા મહિલાના ખાતામાં જમા કરી વિશ્વાસ જીત્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના કોટેશ્વર વિસ્તારમાં રહેતી ૬૦ વર્ષીય વૃદ્ધા સાયબર ક્રાઇમમાં જાળમાં ફસાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સંતોષબેન સિંઘ નામની વૃદ્ધા સાયબર ઠગોના જાળમાં ફસાઈ ૮ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીનો શિકાર બની છે.

વૃદ્ધાને ઓનલાઈન “વર્ક ફ્રોમ હોમ”ની લાલચ આપીને ગઠીયાઓએ અલગ-અલગ ટાસ્ક પૂરા કરવાની લાલચ આપી પૈસા પડાવ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મહિલાને નાની રકમ, લગભગ ૧૮૦ થી ૨૦૦ રૂપિયા, તેમના ખાતામાં જમા કરી વિશ્વાસ જીત્યો હતો.
સંતોષબેને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
ત્યારબાદ, ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરીને હોટલ રેટિંગ, ગોલ્ડ ખરીદી અને અન્ય ટાસ્ક પૂરા કરવા માટે મોટું રોકાણ કરાવ્યું. વૃદ્ધાએ ટુકડે ટુકડે ૮.૧૫ લાખ રૂપિયા ટ્રેડિંગ અને ટાસ્કમાં આપ્યા હતા, પરંતુ તેની સામે માત્ર ૧૩ હજાર રૂપિયા જ પરત મળ્યા. બાકી ૮ લાખ રૂપિયા ગઠીયાઓએ ન આપતાં સંતોષબેને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.