૬૦થી ૮૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: ૯ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગે ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યુ છે જેમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે.જેને લઈને મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યુ છે. જેમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ છે.

હવામાન વિભાગના Nowcast મુજબ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં ૬૨થી ૮૭ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ૪૧થી ૬૧ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.