Last Updated on by Sampurna Samachar
જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા ભારે પવનને કારણે બંધ કરવામાં આવી
યાત્રિકોની સુરક્ષા માટે પવનની ગતિ ૪૦ કિમીથી વધુ હોવાથી આ ર્નિણય લેવાયો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગિરનાર પર રોપવે સેવાનો લાભ લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પર્વતપર અચાનક પવનની ગતિમાં વધારો થતા સુરક્ષાના કારણોસર રોપવે ઓપરેટિંગ કંપની દ્વારા સેવા હાલ પૂરતીસ્થગિત કરી દેવામાં આવી છે.

ગિરનાર પર્વત પર આજે સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની ગતિ ૪૦ કિમી પ્રતિ કલાકથી વધુનોંધાતા રોપવે ચલાવવો જોખમી બની શકે તેમ હતો. મુસાફરોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથાય તે હેતુથી વહીવટી તંત્ર અને ઓપરેટિંગ ટીમ દ્વારા રોપવેના ટ્રોલીનું સંચાલન તાત્કાલિક અસરથી બંધકરવામાં આવ્યું છે.
રોપવે સેવા બંધ થતા પર્વતની ટોચ પર આવેલા અંબાજી માતાના દર્શન કરવા જતા યાત્રિકોને મુશ્કેલીનો સામનોકરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા યાત્રિકોને પર્વત પર ન જવા અથવા સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાહ જાેવાસૂચના આપવામાં આવી છે. જે પ્રવાસીઓ પર્વત પર ઉપર હતા, તેમને પણ સુરક્ષિત રીતે નીચે લાવવાનીતજવીજ હાથ ધરાઈ છે.