આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા

સાઇન્ડ ટૂ ગોડ વર્લ્ડ ટૂરના નામથી આ ટૂરને પ્રમોટ કરવામાં આવી રહી છે : આ માટે ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યુ

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પોપ્યુલર સિંગર શુભદીપ સિંહ જે સિદ્ધૂ મૂસેવાલાના નામથી જાણીતો છે તેની વર્લ્ડ ટૂર થઈ રહી છે. આ ટૂર એટલાં માટે લોકોમાં કૂતુહલ જમા કરી રહી છે કારણ કે સિદ્ધૂ મૂસેવાલાના મૃત્યુ બાદ આ ટૂર કરવામાં આવી રહી છે. આ ટૂર માટે હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સાઇન્ડ ટૂ ગોડ વર્લ્ડ ટૂરના નામથી આ ટૂરને પ્રમોટ કરવામાં આવી રહી છે. આ માટે ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર એ ખૂબ જ વાયરલ પણ થઈ ગયું છે.

સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ ૨૦૨૨માં થયું હતું. આથી હવે સ્ટેજ પર હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની સ્ટેજ પ્રેઝન્ટ તૈયાર કરવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી હાજર ફેન્સને એવો અહેસાસ થશે કે સિદ્ધુ મૂસેવાલા પોતે સ્ટેજ પર લાઇવ પર્ફોર્મન્સ આપી રહ્યો છે.

કોન્સર્ટને ખૂબ જ લાઇવલી બનાવવામાં આવશે

હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પહેલી વાર કોઈ લાઇવ કોન્સર્ટ કરવામાં નથી આવી રહ્યો. આ પહેલાં પણ ઘણી સેલિબ્રિટીઝના લાઇવ શો કરવામાં આવ્યાં છે. એમાં ટુપૈક શકૂર, વ્હિટની હ્યૂસ્ટન, માઇકલ જેક્સન, રોય ઓર્બિસન અને ફ્રેન્ક ઝેપ્પા જેવી ઘણી વ્યક્તિઓ એમાં સામેલ છે.

આર્કાઇવ ફૂટેજ, CGI મોશન કેપ્ચર અને ક્લાસિક પેપર્સ ઘોસ્ટ ઇલ્યુઝન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની રિયલ લાઇફ ૩ડ્ઢ ઇમેજ તૈયાર કરવામાં આવશે. લાઇટિંગ, સિંક્રોનાઇઝ્ડ ઇફેક્ટ્સ અને સ્પેશિયલ ઓડિયોની મદદથી લોકોને કોન્સર્ટ જેવો અહેસાસ આપવામાં આવશે.

આ તમામ ટેક્નોલોજીની મદદથી ત્યાં હાજર દરેકને સિદ્ધુ મૂસેવાલા રિયલમાં હાજર છે અને તેના ચાહકો સામે પર્ફોર્મ કરી રહ્યો છે એવું લાગશે.

હોલોગ્રામ ટેક્નોલોજીમાં લેઝર બીમ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. લેઝર લાઇટને બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવે છે. પહેલી લાઇટ રેફરન્સ બીમ છે. બીજી ઓબ્જેક્ટ બીમ હોય છે. બન્ને લાઇટ મળીને એક પેટર્ન તૈયાર કરે છે. આ પેટર્ન રેકોર્ડ કરવામાં આવે છે અને એને જ હોલોગ્રામ કહેવામાં આવે છે. આ પેટર્નને કોન્સર્ટ દરમિયાન ફરી લાઇવ કરવામાં આવે છે. ત્યાર બાદ લોકોની સામે એક ૩ડ્ઢ મોડલ તૈયાર થઈ જાય છે.

સિદ્ધૂ મૂસેવાલાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટીઝર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ દ્વારા વર્લ્ડ ટૂરની જાણકારી આપવામાં આવી છે અને એમાં સિદ્ધૂ મૂસેવાલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂરને ઇન્ડિયા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યૂકે, પાકિસ્તાન સહિત ૮ દેશોમાં કરવામાં આવશે. એને લઈને એક આર્ટિફિશિયલ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે 3D શો દ્વારા આ કોન્સર્ટને ખૂબ જ લાઇવલી બનાવવામાં આવશે.

સિદ્ધુ મૂસેવાલાની ૨૦૨૨ની ૨૯મે મર્ડર કરવામાં આવ્યું હતું. તેનું મૃત્યુ પંજાબમાં થયું હતું, પરંતુ દુનિયાભરમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો. તેના મૃત્યુ પછી પણ તેના ગીતો પોપ્યુલર છે. આ કોન્સર્ટ ટેક્નોલોજી માટેનું ઉદાહરણ છે. આ કોન્સર્ટ દ્વારા દુનિયાભરના ચાહકો માટે સિદ્ધુ મૂસેવાલાના અવાજને જીવંત રાખવાની કોશિશ કરવામાં આવી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.