Last Updated on by Sampurna Samachar
અમેરિકન બિઝનેસ લોબીએ કેસ ઠોક્યો
H-1B વિઝામાં ફી વધારવાનું પગલું ટ્રમ્પને ઊલટું પડ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તમામ નવા H-1B વિઝા અરજીઓ પર US$100,000 ફી લાદવાના ર્નિણય સામે US ચેમ્બર ઓફ કોમર્સે કેસ દાખલ કર્યો છે. આ પગલાને ગેરમાર્ગે દોરનારું અને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું છે, જે અમેરિકન ઇનોવેશન અને પ્રતિસ્પર્ધાને નબળી પાડી શકે છે.
કોલંબિયા ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આ કેસમાં વહીવટીતંત્રની અમુક બિન-ઇમિગ્રન્ટ કામદારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાતને પડકારવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ H-1B વિઝા કાર્યક્રમને નિયંત્રિત કરવાની કોંગ્રેસની સત્તાનો ભંગ કરીને ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા કાયદાનું ઉલ્લંઘન કરે છે.
ટ્રમ્પના પ્રસ્તાવોને સક્રિયપણે સમર્થન આપ્યું
હોમલેન્ડ સિક્યુરિટી અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ્સ, તેમના સેક્રેટરીઓ, ક્રિસ્ટી એલ નોએમ અને માર્કો રુબિયોને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ પોલિસી ઓફિસર નીલ બ્રેડલીએ જણાવ્યું હતું કે, આ અતિશય ફી, જે આશરે US$3,600 ના વર્તમાન સ્તર કરતા ઘણી ઉપર છે, અમેરિકન નોકરીદાતાઓ, ખાસ કરીને સ્ટાર્ટ-અપ્સ અને નાના અને મધ્યમ કદના વ્યવસાયો માટે H-1B પ્રોગ્રામનો ઉપયોગ કરવાનું વધુ મોંઘું બનાવશે.
તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે સ્પષ્ટપણે આ પગલું ઘડ્યું છે, જેથી ખાતરી કરી શકાય કે તમામ કદના અમેરિકન વ્યવસાયોને અહીં તેમના કાર્યોને વિસ્તૃત કરવા માટે જરૂરી વૈશ્વિક કુશળતા સુધી પહોંચી શકે. તેની ફરિયાદમાં ચેમ્બરે જણાવ્યું હતું કે, આ જાહેરાત માત્ર ભ્રામક નીતિ જ નથી, પણ સ્પષ્ટપણે ગેરકાયદેસર પણ છે.
તેણે જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિને યુએસમાં બિન-નાગરિકોના પ્રવેશ પર નોંધપાત્ર અધિકાર છે, પરંતુ આ અધિકાર કાયદા દ્વારા મર્યાદિત છે અને તેઓ કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા કાયદાઓનું સીધું ઉલ્લંઘન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિઝા ફીમાં વધારો કરવાની આ જાહેરાત ર્નિણયો અને કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. તે સ્પષ્ટપણે H-1B પ્રોગ્રામ માટે કોંગ્રેસ દ્વારા નક્કી કરાયેલ ફીનું ઉલ્લંઘન કરે છે અને કોંગ્રેસ દ્વારા લેવામાં આવેલા ર્નિણયને ખતમ કરી દે છે.
ચેમ્બરની ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, આ જાહેરાત રાષ્ટ્રપતિના કાયદેસર અધિકાર કરતાં વધુ છે. બ્રેડલીએ જણાવ્યું હતું કે, ચેમ્બરે યુનાઇટેડ સ્ટેટ્સમાં વધુ રોકાણ આકર્ષવા માટે ટ્રમ્પના પ્રસ્તાવોને સક્રિયપણે સમર્થન આપ્યું છે, પરંતુ આ ફી વધારાને ટેકો આપવા માટે, અમેરિકન અર્થતંત્રને ઓછા નહીં, પણ વધુ કામદારોની જરૂર પડશે.