Last Updated on by Sampurna Samachar
પતિ દહેજની માંગણી કરતો હોવાનો પરિણીતાનો માતા-પિતાનો આક્ષેપ
પોલીસે આરોપીને પકડી પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં વધુ એક વખત નજીવી બાબતે દંપતી વચ્ચે તકરાર થતાં પત્નીએ આત્મહત્યા કર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પતિ પત્ની વચ્ચે જમવાનું બનાવવા બાબતે થયેલા ઝઘડા બાદ પત્નીએ કર્યો આપઘાત કર્યો છે. વર્ષના પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. ઈસનપુર પોલીસે પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ને આરોપી પતિની ધરપકડ કરી છે .
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ તેજસ ભાવસાર છે, જેના પાર આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા નો આરોપ છે અને પોલીસે પત્નીના આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી છે. પતિ પત્ની વચ્ચે ચાલતા ઘરકંકાસમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. ઘટનાની વાત કરીએ તો ૨૧ સપ્ટેમ્બર ના રોજ ઈસનપુરની પ્રસિદ્ધિ સોસાયટીમાં દુર્ગાવતી નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો.
૨ નિર્દોષ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
દુર્ગાવતીના માતા પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેનો પતિ તેજસ ભાવસાર મકાન માટે રૂ ૫ લાખનું દહેજ માંગીને માનસિક ત્રાસ આપતો હતો. ઘટનાની રાત્રે પણ જમવા નહિ બનાવવા બાબતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને તેજસ પોતાના ૪ માસના દીકરા ને લઈને માતા પિતાના ઘરે જતો રહ્યો હતો..જેથી મનમાં લાગી આવતા પરિણીતાએ આપઘાત કર્યો. ઈસનપુર પોલીસે પરિણીતા ના આપઘાત કેસમાં આરોપી પતિ તેજસ ભાવસારની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પાંચ વર્ષ પહેલા મૃતક દુર્ગાવતી અને આરોપી તેજસ ભાવસાર સોશિયલ મીડિયા ના માધ્યમ થી સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર બાદ પ્રેમ સબંધ માં બંધાયા હતા.
પ્રેમમાં પાગલ તેજસ અમદાવાદ છોડીને મુંબઈમાં નટ બોલ્ટના કારખાનામાં નોકરી કરવા ગયો હતો. બંને વચ્ચે ચાલતા પ્રેમ સંબંધની જાણ થતા પરિવારે મંજૂરી આપીને પ્રેમ લગ્ન કરાવ્યા હતા. ત્યારબાદ તેજસ અમદાવાદ આવી ગયો હતો અને ભાડે મકાન રાખીને રહેતો હતો. તેમને ૨ વર્ષની દીકરી અને ૪ માસનો દીકરો હતો. ૪ વર્ષના લગ્નજીવનમાં ભાડાનું મકાન બદલવા અને પૈસા બાબતે તેમની વચ્ચે ઘરકંકાસ રહેતો હતો.
મૃતક પૈસાની જરૂરિયાત હોય તો સાસરિયા પાસેથી માંગણી કરતો હતો. પોતાનું ઘર ખરીદવા માટે પણ પૈસાની માંગણી કરી હોવાની મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે.. પ્રેમ લગ્ન કરીને સુખી જીવન જીવી રહેલા આ દંપતી આર્થિક સંકડામણને કારણે ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડા અને મનદુ:ખ એટલું વધી ગયું કે પરિણીતાએ જિંદગીનો અંત લાવવાનો ર્નિણય લીધો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ઈસનપુર પોલીસે આત્મહત્યા કેસમાં પતિ તેજસ ભાવસારની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે. પતિ પત્નીના ઝગડા અને ઘર કંકાસના કારણે ૨ નિર્દોષ બાળકો એ માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ઈસનપુર પોલીસે આ કેસમાં થયેલા આક્ષેપોને લઈને આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે સાથે જ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.