Last Updated on by Sampurna Samachar
આક્રમકતા વિના ક્રિકેટ રમી શકાય નહીં : સૂર્યા
સૂર્યાએ ધ્યાન પણ ના આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫ના ફોટોશૂટ માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં બધા કેપ્ટનોએ એક સાથે ભાગ લીધો હતો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ શરૂઆતથી જ પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગથી અંતર જાળવી રાખતો જોવા મળ્યો હતો. સૂર્યાએ પાડોશી દેશના કેપ્ટનને સંપૂર્ણપણે અવગણ્યો અને રાશિદ ખાનની બાજુમાં બેઠો જોવા મળ્યો.
કોન્ફરન્સ પૂરી થયા પછી સૂર્યાએ રાશિદ ખાનને ગળે લગાવ્યો અને બાકીના કેપ્ટનો સાથે પણ વાત કરી. પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ પણ સૂર્યકુમારને મળવા અને વાત કરવા માટે ઉત્સુકતા દર્શાવી. જોકે, સૂર્યાએ ઔપચારિકતા પૂર્ણ કરી અને આગળ વધ્યો. સૂર્યાએ બધાની સામે જ પાકિસ્તાનના કેપ્ટનનું અવગણ્યો હતો.
સૂર્યકુમારે સલમાન તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી, સૂર્યા રાશિદ ખાનને ગળે લગાવતો જોવા મળ્યો. તો ભારતીય કેપ્ટન બાકીના કેપ્ટનોને પણ મળ્યો. આ દરમિયાન પાકિસ્તાનનો કેપ્ટન સલમાન આગ એક બાજુ ઉભો જોવા મળ્યો. સૂર્યા સ્ટેજ પરથી નીચે આવતાની સાથે જ સલમાને હાથ મિલાવવા માટે સૂર્યકુમાર તરફ હાથ લંબાવ્યો.
પાડોશી દેશનો કેપ્ટન હાથ લંબાવીને આગળ ઉભો જોવા મળ્યો, જ્યારે સૂર્યકુમારે સલમાન તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. સૂર્યાએ માત્ર ઔપચારિકતા માટે સલમાન સાથે હાથ મિલાવ્યો અને તરત જ આગળ વધ્યો. ભારતીય કેપ્ટનના આ વલણને જાેઈને સલમાન આગાનો ચહેરો પણ સંપૂર્ણપણે ઉતરી ગયો, જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
જ્યારે પત્રકારે કેપ્ટનને પૂછ્યું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે ખેલાડીઓને તેમના ગુસ્સાને કાબૂમાં રાખવા માટે કોઈ ખાસ સૂચના આપવામાં આવી છે ? આના પર સૂર્યાએ જવાબ આપ્યો, “જ્યારે આપણે મેદાન પર જઈએ છીએ ત્યારે આક્રમકતા હંમેશા રહે છે. તમે આક્રમકતા વિના ક્રિકેટ રમી શકતા નથી. હું કાલથી ક્રિકેટ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.”