Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પ-પુતિનની મુલાકાત પર ભારતનું મોટું નિવેદન
ભારત, અમેરિકા અને રશિયન સંઘ વચ્ચે યોજાશે બેઠક
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે ભારત વિરુદ્ધ ટેરિફ વોર શરૂ કરી દીધું હોય પણ ભારત પોતાના શાંતિના સંદેશ સાથે ઊભું છે. હકીકતમાં જોઈએ તો ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત થવાની છે. તેને લઈને ભારતે નિવેદન જાહેર કર્યું છે. મુલાકાત યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને શાંતિ લાવવાની દિશામાં એક પગલું હોઈ શકે છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે ગમે તે કરો, બસ યુદ્ધ રોકાવું જોઈએ. આ નિવેદન પીએમ મોદીના વલણ સાથે મેળ ખાય છે, જેમાં તેમણે ઘણી વાર કહ્યું છે કે આ યુદ્ધનો યુગ નથી.

૧૫ ઓગસ્ટના રોજ અલાસ્કામાં થનારી આ બેઠક ન ફક્ત અમેરિકા અને રશિયા માટે પણ આખી દુનિયા માટે મહત્ત્વની માનવામાં આવી રહી છે. ચાર વર્ષથી ચાલી રહેલા યુક્રેન યુદ્ધમાં લાખો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે અને હજારો જીવ ગયા છે. ત્યારે આવા સમયે ભારતને આશા છે કે આ મુલાકાત શાંતિની બારી ખોલી શકે છે.
શાંતિ સ્થાપવાની કોશિશોમાં યોગદાન આપવા માટે તૈયાર
વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ભારત, અમેરિકા અને રશિયન સંઘ વચ્ચે ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ અલાસ્કામાં થનારી બેઠકનું સ્વાગત કરે છે. આ બેઠક યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિની સંભાવનાને ખોલવાનો વાયદો કરે છે. નિવેદનમાં આગળ કહેવાયું છે કે, ભારત કોઈ પણ એવા પ્રયાસનું સમર્થન કરશે, જે હિંસાને રોકવા અને કૂટનીતિ દ્વારા હલ શોધવામાં મદદ કરે.
વિદેશ મંત્રાલયે પ્રધાનમંત્રી મોદીના એ નિવેદનને રિપીટ કર્યું છે, જે તેમણે કેટલાય આંતરરાષ્ટ્રીય મંચ પર આપ્યું છે. આ યુદ્ધનો યુગ નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે આ શિખર વાર્તાનું સમર્થન કરે છે અને જો જરૂર પડી તો શાંતિ સ્થાપવાની કોશિશોમાં યોગદાન આપવા માટે તૈયાર છે.