Last Updated on by Sampurna Samachar
આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
સોશિયલ મીડિયા પર લોકોએ કર્યા કટાક્ષ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર નાટકીય દ્રશ્યો જોવા મળ્યા હતા. એક વ્યક્તિ કેકનું બોક્સ લઈને હાઈ કમિશન તરફ જતો જોવા મળ્યો હતો અને ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓને સતર્ક થઈ ગયા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેના ઈરાદા પર વિવિધ સવાલો ઉભા થઈ રહ્યા છે.

હાઈ કમિશનની બહાર ‘પાકિસ્તાન હાય હાય’ના નારા લાગ્યા હતા. તે જ સમયે, કેક બોક્સ સાથે હાઈ કમિશનનો સંપર્ક કરનાર વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક યુઝરે લખ્યું, “એક મોટી કેક, મીડિયા તરફથી મૌન અને તે સમય જ્યારે આખો દેશ આઘાતમાં છે. જો તે સેલિબ્રેશન ન હોત તો આટલી ગુપ્તતા શા માટે ? શરમજનક દ્રશ્ય.” અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, “હું દિલ્હીમાં ફ્લેટ શોધી રહ્યો છું. શું તે પાકિસ્તાન હાઈ કમિશન ખરીદી શકે છે કે ભાડે લઈ શકે છે?”
આ હુમલો સંપૂર્ણપણે આયોજનબદ્ધ
કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) દ્વારા લેવામાં આવેલા ર્નિણયો હેઠળ, નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને “અનિચ્છનીય વ્યક્તિઓ” જાહેર કરવામાં આવ્યા છે અને એક સપ્તાહની અંદર ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અટારી ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત તે જ લોકોને પરત આવવાની મંજૂરી છે જેઓ માન્ય પરમિટ હેઠળ ૧ મે પહેલા ભારતમાં પ્રવેશ્યા હતા.
આ હુમલાની જવાબદારી “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ” (TRF) દ્વારા લેવામાં આવી છે, જે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે. આ દર્શાવે છે કે આ હુમલો સંપૂર્ણપણે આયોજનબદ્ધ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો.