Last Updated on by Sampurna Samachar
બંનેના અગ્નિસંસ્કાર એક જ ચિતા પર કરાયા
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક નવપરિણીત યુગલનું લગ્નના થોડા કલાકો પછી શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સવારે જ્યારે પરિવારના સભ્યોએ વરરાજા અને કન્યાને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે દરવાજો ખોલ્યો નહોતો અને મોડે સુધી દરવાજો ખખડાવવાં છતાં પણ ન ખોલવામાં આવતાં દરવાજો તોડી પડાયો હતો અને દરવાજો તોડીને જેવી અંદર નજર નાખી તો પરિવાર કંપી ઉઠ્યો હતો. દુલ્હનનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો, જ્યારે વરરાજા પંખા સાથે લટકતો હતો.
મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના સહદતગંજ મુરાવન ટોલામાં લગ્નના બીજા દિવસે એટલે કે લગ્નની રાત્રે વરરાજા અને દુલ્હનના મૃત્યુને કારણે હંગામો મચી ગયો હતો. લગ્નની રાત પછી, જ્યારે સવાર થઈ, ત્યારે બંને નવદંપતી રૂમમાંથી બહાર આવ્યા નહીં. જ્યારે પરિવારના સભ્યોએ રૂમ ખોલ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેઓ ચોંકી ગયા હતા.
બંનેના મોતનુ કારણ છે ચોંકાવનારુ
એક તરફ દુલ્હનનો મૃતદેહ પલંગ પર પડેલો હતો અને બીજી તરફ વરરાજાના મૃતદેહ ફાંસીથી લટકતો હતો. આ પછી પરિવારે પોલીસને જાણ કરી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં બંનેના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું છે.
માહિતી મળ્યા બાદ સાંસદ અવધેશ પ્રસાદ, SSP રાજકરણ નૈય્યર ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની માહિતી એકઠી કરી અને પીડિત પરિવારને સાંત્વના આપી હતી. પોસ્ટમોર્ટમ પછી, બંને મૃતદેહોને એક જ ચિતા પર અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે. હકીકતમાં, લગ્નની રાત્રે, વરરાજાએ દુલ્હનનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને થોડા સમય પછી, વરરાજાએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. જોકે, વરરાજાએ આવું કેમ કર્યું તે જાણી શકાયું નથી. પોલીસ અને પરિવાર બંને માટે આ એક રહસ્ય રહે છે.