Last Updated on by Sampurna Samachar
નેપાળમાં Gen-Z યુવાઓનુ ઉગ્ર આંદોલન
પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળનમાં યુવાઓના પ્રદર્શન દેશમાં મોટી હલચલ મચાવી દીધી છે. Gen-Z યુવાઓએ ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ જે આંદોલન શરૂ કર્યું, તે હવે દેશભરમાં ફેલાઈ ગયું છે. પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટ, સંસદ ભવન સહિત અનેક જગ્યાએ આગ લગાવવામાં આવી છે.

નેપાળમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સૌથી મોટો સવાલ છે કે આગામી લીડર કોણ હશે? નેપાળમાં વચગાળાની સરકાર પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમાં સૌથી મહત્વની વાત છે કે નેપાળમાં લોકો ભારતીય PM નરેન્દ્ર મોદી જેવા ચહેરાની માંગ ઉઠાવી રહ્યાં છે. ઘણા નાગરિકોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા નેતૃત્વની તુલના કરતા નેપાળમાં પણ સમાન દ્રષ્ટિકોણવાળા નેતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
નેપાળના લોકો સુશીલા કાર્કીને ઈચ્છતા નથી
કાઠમંડુના એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, “અમારે PM મોદી જેવા પ્રધાનમંત્રીની જરૂર છે, જે દેશ વિશે વિચારે છે અને તેને પ્રગતિ તરફ લઈ જાય છે. અમે પીએમ મોદીને ટેકો આપીએ છીએ અને નેપાળમાં પણ આવા નેતા ઇચ્છીએ છીએ.” આ નિવેદન નેપાળમાં ચાલી રહેલા જન આંદોલન અને ભૂતપૂર્વ PM કેપી શર્મા ઓલીના રાજીનામા પછીના રાજકીય સંકટ વચ્ચે આવ્યું છે.

કાઠમંડુના એક સ્થાનિક યુવાને આઈએએનએસને જણાવ્યું, “જે જોઈતું હતું તે હવે થઈ રહ્યું છે અને સારી વસ્તુઓ થઈ રહી છે. ખરાબ સમય પૂરો થઈ ગયો છે. યુવાનો માટે એ મોટી વાત છે કે ૩૫ કલાકમાં સરકાર બદલાઈ ગઈ. અમે હવે થોડા દિવસો માટે વચગાળાના પ્રધાનમંત્રી ઇચ્છીએ છીએ. આપણે એ પણ વિચારવું પડશે કે થોડા દિવસો પછી ચૂંટણીઓ થવી જોઈએ અને તે પછી પ્રધાનમંત્રીની પસંદગી થવી જાેઈએ.” તેમણે એમ પણ કહ્યું, અમને મોદી જેવા નેતાની જરૂર છે, જે દેશ વિશે વિચારે છે અને તેની પ્રગતિમાં ફાળો આપે છે. અમે PM મોદીને ટેકો આપીએ છીએ અને નેપાળમાં પણ આવા નેતાને પ્રધાનમંત્રી તરીકે ઇચ્છીએ છીએ.”
આ વચ્ચે નેપાળના વચગાળાના પ્રધાનમંત્રીના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કુર્કીના નામ પર કેટલાક સ્થાનિકોએ વિરોધ કર્યો છે. એક અન્ય સ્થાનિક નિવાસીએ કહ્યું- સુશીલા કુર્કી પ્રધાનમંત્રી ન બની શકે, કારણ કે તે પહેલાથી વિવાદોમાં રહી ચૂક્યા છે. લોકો સુશીલા કાર્કીને ઈચ્છતા નથી. તે નવી પેઢીના એક નવા નેતા ઈચ્છે છે.
એક અન્ય વ્યક્તિએ કહ્યું, સુશીલા કાર્કી નેપાળના પ્રધાનમંત્રી નહીં બને. તેમની જગ્યાએ બાલેન્દ્ર શાહ, ધરન, કુલમન ધીસિંગ અને ગોપી હમાલ જેવા નેતાઓને નેપાળના પ્રધાનમંત્રી બનાવવા જોઈએ, કારણ કે સુશીલા કાર્કીની ભૂમિકાથી દેશમાં માત્ર રાજનીતિ જ આવશે.