Last Updated on by Sampurna Samachar
IIT મદ્રાસના દીક્ષાંત સમારોહમાં અજિત ડોવાલની હાજરી
વિદેશી મીડિયા પર નિશાન સાધ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ચેન્નાઈમાં IIT મદ્રાસના ૬૨ મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર વિશે પણ ઘણી વાત કરી હતી. અજિત ડોવલે આ દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતા વિશે પણ જણાવ્યું. તેમણે વિદેશી મીડિયાને આડેહાથે લેતા કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને જો નુકસાન થયું હોય તો મને એક તસવીર બતાવો.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, અમે પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવાનો ર્નિણય લીધો છે. અમને અમારા ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. અમે અમારા નિર્ધારિત ૯ લક્ષ્યો સિવાય બીજે ક્યાંય હુમલો કર્યો નથી. હુમલાઓ ચોક્કસ હતા. તેમણે વધુમાં કહ્યું, “ ભલે તે આપણું બ્રહ્મોસ હોય કે રડાર, આ બધા સ્વદેશી શસ્ત્રો હતા”.
આપણે આપણી સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી પડશે
આ સાથે, અજિત ડોવલે કોન્વોકેશનમાં ઓપરેશન સિંદૂર પરના અહેવાલ માટે વિદેશી મીડિયા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, વિદેશી મીડિયાએ કહ્યું કે, પાકિસ્તાને આમ અને તેમ કર્યું. તમે મને એક ફોટો બતાવો જે કોઈપણ ભારતીય ઇમારતને નુકસાન પહોંચાડેલું હોય, મને એક એવો ફોટો બતાવો જે ભારતનું નુકસાનમાં કાચનો એક ટુકડો પણ તુટ્યો હોય તો બતાવો. વિદેશી મીડિયાએ ઘણી બધી વાતો લખી અને આગળ મૂકી. પણ કોઈ સચોટ પુરાવાઓ રજૂ નથી કર્યાં.
અજિત ડોવલે કહ્યું, આપણે આપણી સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી પડશે. સમગ્ર કામગીરીમાં ૨૩ મિનિટ લાગી. તેમણે વધુમાં કહ્યું, તમે એક એવા દેશ, એક સભ્યતાના છો જે હજારો વર્ષોથી મુશ્કેલી અને અપમાનમાં છે. આપણા પૂર્વજાેએ ઘણું સહન કર્યું છે. મને ખબર નથી કે આ સભ્યતાને જીવંત રાખવા, રાષ્ટ્રની આ વિભાવનાને જીવંત રાખવા માટે તેમણે કેટલું અપમાન, વંચિતતા અને દુ:ખ સહન કર્યું છે. રાષ્ટ્ર રાજ્યથી અલગ છે. ભારત એક રાષ્ટ્ર છે. ૨૨ વર્ષ પછી આપણે આપણી સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તે સમયે તમે તમારી કારકિર્દીના શિખર પર હશો.
તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ નિ:શસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ પછી, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું.
આ ઓપરેશન હેઠળ, પાકિસ્તાનના ૯ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. ૧૦ મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો.
ભારત સાથે આ સીઝફાયર માટે પાકિસ્તાને એક વાર નહીં પણ બે વખત સંપર્ક સાધ્યો હતો. ૭ મેની સાંજે ભારત સાથે સીઝફાયર કરવા સંપર્ક કર્યો હતો. પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઓપરેશન્સ દ્વારા ઔપચારિક સંદેશ મારફત સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦ મેના રોજ બપોરે ૩.૩૫ વાગ્યે DGMO સ્તરે બેઠક થઈ હતી. બંને પક્ષે સીઝફાયર પર સહમતિ કરવામાં આવી.