Last Updated on by Sampurna Samachar
સોશિયલ ઈકોનોમિક સરવે અંગે સુધા મૂર્તિનો જવાબ
સર્વેક્ષણની ટીમ મૂર્તિ દંપતિના ઘરે પહોંચી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિએ પછાત વર્ગ આયોગ દ્વારા આયોજિત સામાજિક-શૈક્ષણિક સર્વેક્ષણમાં ભાગ લેવાની ના પાડી છે. તેમના આ ર્નિણયથી માત્ર સામાજિક-આર્થિક સર્વેક્ષણ જ નહીં, પણ તેમના મંતવ્યો પણ ચર્ચાનો વિષય બન્યા છે. જ્યારે સર્વેક્ષણની ટીમ તેમના ઘરે પહોંચી, ત્યારે દંપતીએ સ્પષ્ટ જણાવ્યું કે, અમે અમારા ઘરે આ સર્વેક્ષણ કરાવવા નથી માંગતા.
પ્રાપ્ત માહિતી મુજબ, નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિએ આ સર્વેક્ષણને પોતાના માટે સુસંગત માન્યો ન હતું. તેમણે દલીલ કરી કે તેઓ કોઈ પણ પછાત સમુદાય સાથે જોડાયેલા નથી, તેથી સરકારના આ પ્રકારના સર્વેક્ષણમાં તેમની ભાગીદારીનું કોઈ મહત્ત્વ રહેતું નથી.
મૂર્તિ દંપતીનો આ સર્વેક્ષણનો ઇનકાર ચર્ચાનો વિષય
આ દંપતીએ એક સ્વ-ઘોષણા પત્ર આપીને તેમના આ ર્નિણયને ઔપચારિક બનાવ્યો છે, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેઓ આ પ્રક્રિયામાંથી બહાર રહેવા ઇચ્છે છે. તેમનું આ પગલું તેમનો વ્યક્તિગત અભિગમ દર્શાવે છે, જે સામાજિક-આર્થિક ડેટા એકત્રીકરણ માટેની સરકારી પહેલ સાથેની તેમની અસહમતિ સ્પષ્ટપણે ઉજાગર કરે છે.
સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા અને પછાત વર્ગોના કલ્યાણ માટે યોજનાઓ બનાવવામાં મદદ મળી રહે તે હેતુથી નીતિ નિર્માણમાં સહાયતા મળી શકે તે માટે પછાત વર્ગ આયોગ દ્વારા દેશના વિવિધ સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિનું આકલન કરવા માટે આ સામાજિક-શૈક્ષણિક સર્વેક્ષણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, મૂર્તિ દંપતીનો આ સર્વેક્ષણનો ઇનકાર એક મહત્ત્વપૂર્ણ ચર્ચાને જન્મ આપી શકે છે.