Last Updated on by Sampurna Samachar
“હું હિન્દુના રૂપમાં જન્મ્યો હતો અને હિન્દુના રૂપમાં મરીશ”
કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઇ ગયુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર તાજેતરમાં જ તમિલનાડુ સ્થિત ઇશા યોગ સેન્ટરમાં મહાશિવરાત્રિ સમારોહમાં સામેલ થયા હતા જેને લઇને કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. કર્ણાટકના સહકારિતા મંત્રી કે.એન.રાજન્નાએ સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરનારાઓ સાથે શિવકુમાર મંચ કેવી રીતે શેર કરી શકે? રાજન્નાએ મીડિયાને કહ્યું કે સદગુરૂએ પોતે કહ્યું હતું કે તે રાહુલ ગાંધીને ઓળખતા નથી? શિવકુમાર મારા કરતાં સારી રીતે જાણે છે કે લોકસભામાં અમારા નેતા વિશે શું કહેવામાં આવે છે.
હવે તેમને જ જવાબ આપવો જોઇએ કે આવા લોકો સાથે મંચ શેર કરવું કેટલું યોગ્ય છે. જોકે, પૂર્વ સાંસદ ડી.કે. સુરેશે પોતાના ભાઇ શિવકુમારનો બચાવ કર્યો અને કહ્યું કે તેમણે હંમેશા પાર્ટીને માહિતગાર કરીને આવા આયોજનોમાં ભાગ લીધો છે. સુરેશે પત્રકારોને કહ્યું કે જ્યારે પણ શિવકુમારે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, તેમણે પાર્ટી હાઇકમાન્ડને પહેલાં જ જાણકારી આપી. તેમણે ઇશા ફાઉન્ડેશનના મહાશિવરાત્રિના કાર્યક્રમમાં સામેલ થવાની સૂચના પણ પાર્ટીને આપી હતી.
ડેપ્યુટી CM ડીકે શિવકુમારનુ નિવેદન
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે શિવકુમારની યાત્રા ગુપ્ત ન હતી. તેમણે જણાવ્યું કે સદગુરૂએ પોતે તેમણે કોઈમ્બતુરમાં આમંત્રિત કર્યા હતા અને તેમણે તેનો સ્વિકાર કર્યો હતો. શિવકુમાર (SHIVKUMAR) , જે કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ છે, કોઈમ્બતુરમાં ભવ્ય મહાશિવરાત્રિ સમારોહમાં સામેલ થયા, જ્યાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતા.
પોતાના પ્રવાસનો બચાવ કરતાં શિવકુમારે પોતાની આસ્થાને લઇને સ્પષ્ટ કહ્યું કે હું હિન્દુના રૂપમાં જન્મ્યો હતો અને હિન્દુના રૂપમાં મરીશ ડેપ્યુટી CM ડીકે શિવકુમારે કહ્યું કે સદગુરૂ કર્ણાટકથી છે. તે કાવેરી જળ માટે લડી રહ્યા છે. તેમણે આવીને મને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું. તે કેટલાક મહાન કામ કરી રહ્યા છે. વિભિન્ન રાજકીય પક્ષોના ધારાસભ્યો અને નેતા ત્યાં હતા એટલા માટે હું ત્યાં ગયો. આ મારી વ્યક્તિગત આસ્થા છે.
તેમણે કહ્યું કે મારા મતવિસ્તારમાં, યીશુની લગભગ ૧૦૦ ફૂટ ઉંચી મૂર્તિ છે. ક્રાઇસ્ટનું નિર્માણ સ્થાનિક મતદાર વિસ્તારના લોકોએ કહ્યું હતું. ત્યારે ભાજપે મને યેસુકુમારા કહ્યું હતું…હું તમામ ધર્મો, તમામ જાતિઓમાં વિશ્વાસ ધરાવું છું. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સમાજમાં તમાને એકસાથ લઇને ચાલવાની છે, એટલા માટે કેટલાક લોકોને આ ગમે છે, જ્યારે કેટલાક લોકોને પસંદ નથી.
રાજ્યના લોક નિર્માણ મંત્રી સતીશ જારકીહોલીએ કહ્યું કે આ વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો છે અને પાર્ટી હાઇકમાન્ડ તેના પર ધ્યાન આપે. તેમણે કહ્યું કે હવે આ ફક્ત કર્ણાટક સુધી સીમિત નથી. આ દિલ્હીથી જાેડાયેલા લોકોનો બની ગયો છે. અમને ખબર નથી કે સાચું શું છે અને ખોટું શું, પરંતુ દિલ્હીના નેતાઓએ તેના પર ધ્યાન આપવું જાેઇએ.