Last Updated on by Sampurna Samachar
મેં ક્યારેય મારી જાતને કલાકારોથી અલગ કરી નથી
હું હંમેશા શો ને પ્રથમ રાખુ છું
(સંપૂર્ણ સમાચાર સેવા)
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નામની સિટકોમ છેલ્લા ૧૭ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોની સ્ટોરીની સાથે, તેના કલાકારો પણ દર્શકોના પ્રિય છે. વર્ષોથી, આ શો TRP ની યાદીમાં સતત ટોચ પર રહ્યો છે. આ શો અંગેનો વિવાદ સતત ચર્ચામાં છે. એક પછી એક ઘણા સ્ટાર્સ શો છોડીને જતા રહ્યા. ઘણા કલાકારોએ તો નિર્માતાઓ પર માનસિક સતામણીનો આરોપ પણ લગાવ્યો છે. આ શોને જેટલો પ્રેમ મળ્યો, તેટલો જ વિવાદ પણ થયો. આવી સ્થિતિમાં, ૧૭ વર્ષ પછી પહેલીવાર, અસિત મોદીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે અને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
આસિત મોદીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ આપ્યુ જેમાં તેમણે કહ્યું, ‘મેં ક્યારેય મારી જાતને કલાકારોથી અલગ કરી નથી. જો કોઈ સમસ્યા હોય, તો તેઓ હંમેશા મારો સંપર્ક કરી શકે છે. હું હંમેશા ખૂબ જ પ્રામાણિક રહ્યો છું અને શોને પ્રથમ રાખું છું. મેં ક્યારેય કોઈ અંગત લાભ વિશે વિચાર્યું નથી, તેથી આવી ઘટનાઓ મને વ્યથિત કરે છે, પરંતુ તે જીવનનો એક ભાગ છે.
મારા મનમાં કોઇ દ્વેષ હોય તો કોઇને હસાવી શકીશ નહીં
આસિત મોદીએ કહ્યું કે તે ઘણા આરોપોનો જવાબ આપવા માંગતો નથી. એટલું જ નહીં, તેમણે શોની સફળતાનો શ્રેય કલાકારોને પણ આપ્યો. નિર્માતાએ આગળ કહ્યું, ‘જે કલાકારો શો છોડી ગયા છે તેઓ મારી વિરુદ્ધ વાત કરી રહ્યા છે.’ કોઈ વાંધો નથી. હું તેમને કંઈ કહીશ નહીં. તેમણે મારા શોમાં કામ કર્યું છે અને શો ની સફળતામાં તેમની ભૂમિકા છે.
ભલે મેં તેનું નેતૃત્વ કર્યું હતું, પણ બધાના પ્રયાસોને કારણે આ શો લોકપ્રિય બન્યો. આજે જે છે તે હું એકલા હાથે મેળવી શક્યો ન હોત. આપણે એક ટ્રેન જેવા છીએ. કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા, પણ ટ્રેન ચાલુ રહે છે. મને ખરાબ લાગે છે, પણ હું તેમને માફ કરું છું, કારણ કે જો મારા હૃદયમાં કોઈ દ્વેષ હોય તો. હું ખુશ નહીં રહી શકું અને લોકોને હસાવી શકીશ નહીં.