Last Updated on by Sampurna Samachar
મિસાઈલ બાદ ઈરાન ઉપર સાયબર હુમલો કરવામાં આવ્યો
બદલો લેવા માગતો મેસેજ જાેવા મળ્યો ઇરાનના લોકોને : ઇરાનની સરકારના ઘણાં પોર્ટલ થયા હેક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇરાન પર અમેરિકાએ મિસાઈલ બાદ હવે સાયબર હુમલો શરૂ કર્યો છે. ઇરાનને ટાર્ગેટ બનાવવા માટે અમેરિકા કોઈ કસર નથી છોડી રહ્યું. મિસાઈલ દ્વારા એટેક કરવા માટે પણ AIનો ઉપયોગ કર્યો હતો અને હવે તેમના પર સાયબર હુમલો કરી રહ્યું છે. શનિવારે ઇરાનના અલગ-અલગ જગ્યાએ અમેરિકાએ અને ઇઝરાયલ દ્વારા એટેક કર્યા બાદ હવે તેમના ડિજિટલ વર્લ્ડને હેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

કેટલાક સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ઇરાનમાં વિપુલ પ્રમાણમાં સાયબર એટેક જાેવા મળી રહ્યા છે. સાયબર એટેક દ્વારા ઘણાં સમાચાર વેબસાઇટ્સને હેક કરીને એના પર વિવિધ મેસેજ બ્રોડકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ઇરાનની ૫૦થી વધુ ડાઉનલોડ ધરાવતી ધાર્મિક કેલેન્ડર એપ્લિકેશન ‘BadeSaba’ને પણ હેક કરવામાં આવી છે.
હેકર્સ ગ્રુપ દ્વારા ‘BadeSaba’ એપ્લિકેશનના યુઝર્સને મેસેજ કરવામાં આવ્યો હતો કે હવે હિસાબ ચૂકતો કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ એક મેસેજ એવો પણ હતો કે હથિયાર છોડીને એટલે કે યુદ્ધ બંધ કરી ત્યાંના સામાન્ય લોકોને સાથ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે, નહીંતર પરિણામ ગંભીર આવશે.
સાયબર એટેકમાં સરકારના ઘણાં પોર્ટલને બનવાયા નિશાન
ઇરાન પર કરવામાં આવેલા સાયબર એટેકમાં સરકારના ઘણાં પોર્ટલને નિશાન બનાવવામાં આવ્યા છે. એના દ્વારા સરકાર ઇરાનની આર્મીના કોર્ડિનેશનને લિમિટેડ કરવા માગે છે જેથી એની માહિતી અમેરિકાને ન મળે. ઇરાનના એક રિપોર્ટ મુજબ આ માહિતી સામે આવી છે.
ઇઝરાયલની સાથે મળીને અમેરિકાએ ઇરાન પર હુમલો કર્યો હતો.
આ એટેકમાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઇનું મૃત્યુ થયું છે. આ યુદ્ધને કારણે અન્ય દેશો પર પણ એની અસર જાેવા મળી છે. ઇરાન દ્વારા મિડલ ઇસ્ટના ઘણાં દેશોમાં અમેરિકાના આર્મી બેઝ પર એટેક કરવામાં આવ્યો છે. એના કારણે ઘણી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે અને લોકો પણ અટવાયા છે. શેર માર્કેટ પર પણ એની અસર જાેવા મળી છે.