વીડિયો જાહેર કરીને આપી ચેતવણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ઈરાને F-૩૫ બાદ અમેરિકાના F-૧૫ ફાઈટર જેટને તોડી પાડ્યું

 રડારે દક્ષિણ કિનારા પાસે એક અજ્ઞાત લડાયક વિમાનની ઓળખ કરી હતી અને ચેતવણી આપી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ પાસે અમેરિકાના આધુનિક F-૧૫ ફાઈટર જેટને તોડી પાડ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. વૈશ્વિક તેલ પુરવઠાનો સૌથી મોટો માર્ગ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ રણમેદાન બની ગયો છે.

ઈરાનના સરકારી મીડિયા આઉટલેટ્સે આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. ઈરાની જોઈન્ટ એર ડિફેન્સ કમાન્ડના જણાવ્યા અનુસાર, તેમના રડારે દક્ષિણ કિનારા પાસે એક અજ્ઞાત લડાયક વિમાનની ઓળખ કરી હતી. ચેતવણી આપવા છતાં જ્યારે વિમાને પોતાની દિશા ન બદલી, ત્યારે ઈરાની મિસાઈલે તેને લોક કરીને ધ્વસ્ત કરી દીધું હતું.

વિમાનમાં હાજર તમામ ૬ ક્રૂ મેમ્બર્સનાં મોત

ઈરાનનું કહેવું છે કે અમેરિકન વિમાન સીધી રીતે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક વિમાન રડાર ક્ષેત્ર પર સતત નિશાને છે, જે પછી થોડી ક્ષણો બાદ આકાશમાં એક જ જોરદાર વિસ્ફોટ થતો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી ૨૦૨૬ના અંતથી જ ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તણાવ એટલો વધી ગયો છે કે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં ક્રૂડ કે ગેસની અવરજવરને અવરોધવામાં આવશે, તો ઈરાનના માળખાગત સુવિધાઓ પર ભીષણ હુમલા કરવામાં આવશે. ઈરાનનો આ ઘાતક પલટવાર ટ્રમ્પની ચેતવણીનો જવાબ માનવામાં આવે છે.

જો કે અમેરિકન સંરક્ષણ વિભાગે હજુ સુધી પોતાના કોઈ હ્લ-૧૫ વિમાન ઈરાની હુમલામાં નિશાને આવ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ પહેલા પણ માર્ચની શરૂઆતમાં ઈરાને એક હ્લ-૩૫ વિમાન તોડી પાડવાનો દાવો કર્યો હતો, પરંતુ અમેરિકાએ તેને ફગાવી દીધો હતો.

ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વના કુલ ક્રૂડ અંગે ગેસ વેપારનો મોટો હિસ્સો આ માર્ગ પરથી પસાર થાય છે. જો આ યુદ્ધ વધુ લાંબું ખેંચાય છે, તો તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે એક મોટો ફટકો સાબિત થશે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ૨૦૨૬માં ચાલી રહેલા તણાવ દરમિયાન અમેરિકન સેનાને મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી અમેરિકા ઓછામાં ઓછા ૧૭ સૈન્ય એરક્રાફ્ટ ગુમાવી ચૂક્યું છે, જેમાં ૧૨ ડ્રોન અને ૪ માનવ સંચાલિત વિમાન સામેલ છે.

આ ઉપરાંત એક F-૩૫ ફાઈટર જેટને પણ નુકસાન પહોંચ્યું છે. પહેલા જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા F-૧૬ને તોડી પાડવાની વાત સામે આવી હતી, ત્યારે અમેરિકાએ તેનું ખંડન કર્યું હતુ, પરંતુ હવે સ્થિતિ અલગ જોવા મળી રહી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ટ્રમ્પને મોટું સૈન્ય નુકસાન સામે આવ્યું છે.

આ ડ્રોન્સને ઈરાનના સૈન્ય ઠેકાણાઓ અને રેવોલ્યુશનરી ગાર્ડના કેમ્પોને નિશાન બનાવવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઈરાનની મજબૂત એર ડિફેન્સ અને મિસાઈલ સિસ્ટમે તેમને રસ્તામાં જ નષ્ટ કરી દીધા. એક રીપર ડ્રોનની કિંમત લગભગ ૨૫૦ કરોડ રૂપિયા જણાવવામાં આવે છે.

ગત કેટલાક દિવસોમાં ત્રણ F-૧૫ યુદ્ધ વિમાનોને કુવૈતની વાયુસેનાએ દુશ્મન સમજીને મિસાઈલથી નિશાન બનાવ્યા હતા. આ તમામ વિમાનો ઈરાન વિરુદ્ધના મિશન પર હતા. આ અકસ્માતમાં ત્રણેય પાયલટનાં મોત થયાં. F-૧૫ ભલે જૂનું પ્લેટફોર્મ હોય, પરંતુ આજે પણ તેને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે અને તે હવામાંથી હવામાં તેમજ હવામાંથી જમીન પર હુમલા કરવાની ક્ષમતા ધરાવે છે.

ચોથું વિમાન હતું, જે હવામાં અન્ય ફાઈટર જેટ્સને ઈંધણ ભરવાનું કામ કરે છે. આ વિમાન ઈરાકના ઉપર રિફ્યુલિંગ મિશન દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં હાજર તમામ ૬ ક્રૂ મેમ્બર્સનાં મોત થયાં. દ્ભઝ્ર-૧૩૫ જેવા ટેન્કર વિમાનો લાંબા અંતરના મિશનો માટે અત્યંત જરૂરી હોય છે, કારણ કે તેમના વિના F-૧૫ અને F-૩૫ જેવા ફાઈટર જેટ્સ વધુ સમય સુધી ઓપરેશન કરી શકતા નથી.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.