વોર્નર વિરુદ્ધ આગામી મહિને કોર્ટમાં સુનાવણી

Share this Article:

Last Updated on by Sampurna Samachar

દારૂ પીને કાર ચલાવવાના આરોપમાં દિગ્ગજ ક્રિકેટરની ધરપકડ કરાઇ

પોલીસની ટીમ પાંચમી એપ્રિલે સિડનીના મારૌબરામાં શ્વાસ પરિક્ષણ કરી હતી દરમિયાન ત્યાં વોર્નરને અટકાવાયો હતો.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ પૂર્વ ક્રિકેટ ડેવિડ વોર્નર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. તેના પર ઓસ્ટ્રેલિયામાં દારુપીને કાર ચલાવવાના આરોપ લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન પોલીસે વોર્નરની ધરપકડ કરી હતી પછી તેને છોડી દેવાયો છે. હવે વોર્ન પીએસએલમાં રમવા માટે ફરી પાકિસ્તાન પહોંચી ગયો છે.

૩૯ વર્ષિય વોર્નર કરાંચી કિંગ્સનો કેપ્ટન છે. કરાંચી ટીમની પ્રથમ મેચ બે એપ્રિલે રમાઈ હતી, ત્યારબાદ ટીમની મેચ એપ્રિલે રમાવાનીહોવાથી, વચ્ચે સમયગાળો વધુ હોવાના કારણે વોર્નર પરિવાર સાથે સમય વિતાવવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.

પોલીસ વોર્નરને મારૌબરા પોલીસ સ્ટેશન લઈ ગઈ

વોર્નર પર દારુ પીને ગાડી ચલાવાવનો આરોપ લાગ્યો છે. પોલીસની ટીમ પાંચમી એપ્રિલે સાંજે સિડનીના મારૌબરામાં શ્વાસ પરિક્ષણ કરી હતી. દરમિયાન ત્યાં વોર્નરને અટકાવાયો હતો, જ્યાં પોલીસે તેની પાસે જઈને બ્રેથ ટેસ્ટ કર્યું હતું, જેમાં તે પોઝિટિવ હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ વોર્નરને મારૌબરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પોલીસે વોર્નર સામે કેસ દાખલ કર્યો હતો. હવે મામલે આગામી મહિને સુનાવણી થશે, જેમાં વોર્નરે કોર્ટમાં હાજર થવું પડશે.

ઓસ્ટ્રેલિયાના સૌથી શ્રેષ્ઠ ઓપનિંગ બેટર ગણાતા વોર્નરે ૨૦૨૪માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધીહતી. જાેકે તેણે બિગ બેશ લીગ  સહિતની અન્ય ફેરન્ચાઈઝીમાં રમવાનું ચાલુ રાખ્યું છે. IPL-૨૦૨૬માં વોર્નરની ટીમ કરાંચી કિંગ્સ સતત ત્રણ મેચ જીતી ગઈ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. હવે કરાંચીટીમ ૯મી એપ્રિલે પેશાવર જાલમી સામે ટકરાવાની છે.

ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિાય માટે કુલ ૧૧૨ ટેસ્ટ, ૧૬૧ વનડે અને ૧૧૦ T- ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે. તેણે ત્રણે ફોર્મેટમાં કુલ ૧૫૦૦૦થી વધુ રન નોંધાવ્યા છે. જ્યારે વોર્નર ૨૦૧૬માં સનરાઈઝર્સ હૈદરાબાદનો સુકાની હતો, ત્યારે ટીમ ચેમ્પિયન બની હતી. વોર્ન છેલ્લે ૨૦૨૪માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. જ્યારે. IPL૨૦૨૫ અને ૨૦૨૬માં કોઈપણ ફ્રેન્ચાઈઝીએ વોર્નરને ખરીદ્યો હતો.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.