Last Updated on by Sampurna Samachar
ભેસ્તાન પોલીસની સફળ કામગીરી
બંદુક કઇ રીતે લાવ્યો તે દિશામાં તપાસ શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ગુનાખોરીના પ્રમાણમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના લીધે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઓપરેશન કારાવાસ હેઠળ ફરાર આરોપીઓને જેલના હવાલે કરવાની કામગીરી કરવામાં આવી. આ વચ્ચે સુરતમાંથી બંદૂક સાથે ગાંજાના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

સુરત પોલીસ દ્વારા બંદૂક સાથે આરોપી મોહંમદ આમિરને ઝડપી લેવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી આમિર પાસેથી દેશી બનાવટની બંદૂક પણ મળી આવી છે. જે કારણે પોલીસ દ્વારા NDPS અને આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
દેશી બનાવટની બંદૂક પણ મળી આવી
ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે ગાંજાનો વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ભેસ્તાન પોલીસ દ્વારા બાતમીના આધારે મોહંમદ આમિરને ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસે તેની ઝડતી લેતા તેની પાસેથી એક દેશી બનાવટની બંદૂક પણ મળી આવી છે. જે કારણે ભેસ્તાન પોલીસ દ્વારા NDPS અને આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બંદૂક કોની પાસે લાવ્યો હતો, તે દિશામાં પણ તપાસ હાથ કરી રહી છે.