Last Updated on by Sampurna Samachar
અંતે ફરી JCB થી ખાડો ખોદી પાઇપ નાખવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આપણે અનેક વાર સાંભળ્યું હશે કે તંત્રએ રોડ-રસ્તા પર જે કામ માટે ખાડા કર્યા હોય તે કામ બાકી જ રહી ગયું હોય અને તંત્રએ ખાડા પુરી દીધા હોય. આવી જ એક ઘટના વિરમગામથી સામે આવી છે. વાસ્તવમાં વિરમગામમાં તંત્રની બેદરકારી ગણો કે અણઆવડત, ડ્રેનેજના ખાડા ખોદ્યા બાદ પાઈપ નાખવાનુ જ ભૂલી ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ GUDC વિભાગે ડ્રેનેજ માટે ત્રણ વાર ખાડા કર્યા પણ પાઇપ નાખવાનું જ ભૂલી ગયા હતા.
જોકે અંતે ફરી JCB થી ખાડો ખોદી પાઇપ નાખવામાં આવ્યા હતા. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં તંત્રનો ઘોર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ વિરમગામ શહેરના વોર્ડ-૮માં ભુગર્ભ ગટરના કામ ચાલી રહ્યા છે. GUDC દ્વારા ડ્રેનેજના પાઇપ નાખવા કામગીરી કરાઈ રહી છે. જોકે અગાઉ ૩ વખત ખાડાઓ ખોદ્યા પરંતુ અધિકારીઓ પાઇપ નાખવાનું જ ભૂલી ગયા હતા. આ તરફ અંતે ફરી JCB થી ખાડો ખોદી પાઇપ નાખવામાં આવ્યા હતા.