Last Updated on by Sampurna Samachar
લખતરમાં તળાવની પાળ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત
ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી કાર સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં હાઈવેથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લખતર તળાવની પાળ પર આવેલી રાજુ પીર દાદાની દરગાહ પાસે એક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

મળતી માહિતી મુજબ, લખતરના રહેવાસી પ્રકાશભાઈ પટેલ પોતાની બાઈકલઈને બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા. તેમની આગળ જઈ રહેલા ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં સામેથી આવતી કાર સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી.
ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં અકસ્માત
અકસ્માત એટલો જોરદાર હતો કે પ્રકાશભાઈ બાઈક પરથી ફગાઈને રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના અવાજને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ મોટીસંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક પ્રકાશભાઈ નાનજીભાઈ પટેલને સારવાર અર્થે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
લખતર સરકારી હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ પ્રકાશભાઈની હાલત અતિ ગંભીરજણાતા, તેમને વધુ સારવાર માટે તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનેપગલે હાઈવેથી સ્ટેશન તરફ જતા રોડ પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઓવરટેકકરવાની ઉતાવળમાં સર્જાયેલા આ અકસ્માતે હાઈવે પર વાહન ચલાવતા લોકો માટે સાવચેતીનો પાઠ ભણાવ્યો છે.