Last Updated on by Sampurna Samachar
જમીન પર પડતા જ આગના ગોળામાં ફેરવાયું એર ઇન્ડિયાનું વિમાન
આગના ગોટેગોટા ચારે તરફ જોવા મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક એક મોટી વિમાન દુર્ઘટના બની. અહીં, એરપોર્ટને અડીને આવેલા મેઘાણી નગરમાં એર ઇન્ડિયાના એક પેસેન્જર વિમાનને ટેકઓફ થયા પછી તરત જ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. અકસ્માત પછી બધે કાળો ધુમાડો જોવા મળ્યો હતો અને ફાયર બ્રિગેડના ઘણા વાહનો બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માતનો પહેલો વીડિયો સામે આવ્યો. જેમાં વિમાન આકાશમાં ઉડતું અને પછી થોડીક સેકન્ડમાં જમીન પર પડતું જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ વિમાન લગભગ ૪૦૦ ફૂટની ઊંચાઈથી નીચે પડ્યુ હતું. જ્યાં જમીન પર પડતાની સાથે જ વિમાન આગનો ગોળો બની ગયું અને જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જ્યાં બીજા રેસ્ક્યુ વીડિયોમાં બધું રાખ અને કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.
એરપોર્ટથી મેઘાણી નગરનું અંતર લગભગ ૧૫ કિલોમીટર
અકસ્માત પછી ઘણા વીડિયો સામે આવ્યા છે. મેઘાણી નગર જ્યાં વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે અને આવી સ્થિતિમાં આસપાસની ઇમારતો પણ આગની લપેટમાં આવી ગઈ છે. એરપોર્ટથી મેઘાણી નગરનું અંતર લગભગ ૧૫ કિલોમીટર છે. અકસ્માત પછી તરત જ ૭ ફાયર બ્રિગેડ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ઘણી એમ્બ્યુલન્સ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.