Last Updated on by Sampurna Samachar
કાર્યક્રમમાં ભાજપ મહિલા પ્રમુખ અને સંતો રહ્યા હતા હાજર
વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ભભુક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણના મોટીસરામાં આંબેડર જયંતિની ઉજવણીમાં અશ્લિલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ આ ઉજવણીમાં અશ્લિલ ડાન્સથી વિવાદ સર્જાયો હતો. કાર્યક્રમમાં મહિલા ડાન્સરે સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતાં. જે આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના મહિલા પ્રમુખ પણ કાર્યક્રમમા હાજર હતાં. સ્ટેજ પર સંત અને મહિલા અગ્રણીઓ પણ હાજર હતાં. વિગતવાર વાત કરીએ તો પાટણ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં મર્યાદા નહીં જળવાઈ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આયોજકોએ મહિલા ડાન્સર સાથે કરાવ્યો આવો ડાન્સ
પાટણના મોટીસરા વિસ્તારમાં આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાના ભાજપના મહિલા પ્રમુખ હિરલ પરમારની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા સ્ટેજ પર દેશ ભક્તિના ગીતોની જગ્યાએ અશ્લિલ ગીતો વગાડવામાં આવ્યા હતાં. આવા ગીતો પર આયોજકોએ મહિલા ડાન્સર પાસે અશ્લિલ ડાન્સ કરાવતા વિવાદ સર્જાયાનુ સામે આવ્યુ છે.
વાત કરીએ તો આ કાર્યક્રમનું યૂટ્યૂબમાં લાઈવ કરવામાં આવ્યું હતું. જેનું આયોજન ડો. આંબેડકર યુવા સંગઠન મોટીસરાના નેજા હેઠળ કરાયુ હતું. સ્ટેજ પર મહિલાઓ અને સંતોને સ્થાન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર રહ્યાં હતાં. તેમની હાજરીમાં જ આ પ્રકારના અશ્લિલ ડાન્સની શરૂઆત થઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં ડો. બાબા સાહેબ આંબેડકરની મર્યાદા નહીં જળવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.