Last Updated on by Sampurna Samachar
વર્ષો જુનુ ખોડિયાર માતાજી મંદિર ખસેડવાનો મામલો
સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ વર્ષો જુના ખોડિયાર માતાના મંદિરને ખસેડવાનો મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષી વિવાદમાં આવ્યા છે. તેઓ મંદિર હટાવવા માતાજીની રજા લેવા ભૂવા પાસે ગયા હોવાની ચર્ચા વહેતી થઈ છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશી ખોડિયાર માતાના મંદિરે પહોંચ્યા હતા. વાત એમ હતી કે, સિવિલ સુપરિટેન્ડન્ટ ખોડિયાર માતાનું મંદિર ખસેડવાના ઈરાદે મંદિર પહોંચ્યા હતા. જોકે, આ મંદિર વર્ષો જૂનું છે. અને કહેવાય છે કે, તેને અંગ્રેજો કે જૂના અધિકારીઓ પણ ખસેડી શક્યા નથી. ત્યારે હાલ સુપ્રિટેન્ડન્ટ મંદિર ખસેડવાના ઈરાદે ગયા હતા. આ માટે તેઓ માતાની ભુવાના શરણે પહોંચ્યા હતા.
લોકોની આસ્થા મંદિર સાથે જોડાયલી
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ભૂવા પાસે ગયા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમની સામે ભુવો ધૂણી રહ્યો છે. જેમાં માતાજી દ્વારા મંદિર હટાવવાની મંજૂરી આપી નહિ અપાઈ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જોકે, આ વિશે રાકેશ જોષીએ કહ્યુ કે, ખોડીયાર માતાના મંદિરને ખસાડવાનો મામલે મંદિરના પુજારીને મળવા ગયા હતા. આ વાત લોકોની આસ્થા મંદિર સાથે જોડાયલી છે. અમારી આસ્થા પણ મંદિર સાથે જોડાયેલી છે. હોસ્પિટલના પ્રોજેક્ટ માટે મંદિરને અન્ય જગ્યા ખસેડવા માટે ચર્ચા કરવા મંદિરના પુજારીએ બોલાવ્યા હતા.