Last Updated on by Sampurna Samachar
શહેર ભાજપ પ્રમુખની ધરપકડ કરાઈ
સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથમાં તાલાલા શહેર ભાજપ પ્રમુખની દાદાગીરી સામે આવી છે. મદિરાપાન કરી મારામારી કરતો પ્રમુખ સુનિલ ગંગદેવનો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયેલો છે. પોલીસે પ્રોહિબિશન અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે સુનિલ ગંગદેવની ધપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.
ગીર સોમનાથ જીલ્લામાં શહેર પ્રમુખ સુનિલ ગંગદેવની દાદાગીરી કરતો વીડિયો વાયરલ થતાં લોકો ગુસ્સે થયા છે. હજુ તાજેતરમાં જ સુનિલ ગંગદેવની શહેર પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. શહેર પ્રમુખે દારુ પી દાદાગીરી અને મારામારી પણ કરી હતી તેવો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા તાલાલા પોલીસને જાણ કરાઇ છે. પોલીસે પ્રોહિબિશન અને મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઝઘડામાં આરોપીઓએ યુવાનોને માર માર્યો
તપાસનાં આધારે ગીર સોમનાથના તાલાલા ના ભાજપ પ્રમુખ સુનિલ ગંગદેવની ધરપકડ કરવામાં આવી છે. તેના પર દારૂના નશામાં ક્રિકેટ રમતા યુવાનો પર હુમલો કરવાનો આરોપ છે. પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે સત્તા મેળવવા માટે તેણે યુવકને બેટથી માર માર્યો હતો, ત્યારબાદ પોલીસે સુનીલ ગંગદેવની ધરપકડ કરી છે. સુનીલ ગંગદેવના દીકરાનો બીજા યુવક સાથે ઝઘડો થયો. આરોપ હતો કે ક્રિકેટ રમવાના મામલે થયેલી ઝઘડામાં આરોપીઓએ યુવાનોને માર માર્યો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર મામલાને લઈને શહેર ભાજપ પ્રમુખ સુનીલ ગંગદેવ સામે લોકોમાં રોષ છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે શું ભાજપ સુનીલ ગંગદેવ સામે કાર્યવાહી કરશે. એવો પણ આરોપ છે કે તેમણે સત્તા મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો અને તે નશાની હાલતમાં પણ હતો. તે સમયે આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો.