Last Updated on by Sampurna Samachar
પાનવાડી ચોક રોડ પર પાકિસ્તાનનો ફ્લેગ લગાવી વાહનો ચલાવાયા
પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર કાર્યવાહી શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકોને હાંકી કાઢવાની કવાયત તેજ કરાઈ હતી. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં રહેતા વિદેશી નાગરિકોનું વેરિફિકેશન હાથ ધરાયું છે.
વિદેશી નાગરિકો વેરિફિકેશન અંગે પોલીસ અને તંત્રના અધિકારીઓ શેરીએ શેરીએ જઈને બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોનું વેરિફિકેશન કરી રહ્યાં છે. જે અંતર્ગત ભાવનગરમાં પણ પોલીસે વિદેશી નાગરિકો અંગેનું વેરિફિકેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત અલંગમાં પણ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓનું ચેકિંગ હાથ ધરાયું હતું.
૧૦૦ કરતા વધુ લોકોની તપાસ હાથ ધરાઇ
ભાવનગરમાં પોલીસ દ્વારા બાર્ટન લાઈબ્રેરી સહિતના વિસ્તારોમાં વિદેશી નાગરિકો અંગે વેરિફિકેશન હાથ ધરાયુ હતું. શહેરમાં સાંઢીયાવાડ સહીતની જગ્યાઓ પર બાંગલાદેશી નાગરિકોની ઘુસણખોરી મામલે ચેકીંગ કરાયું હતું. પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર શંકાસ્પદ લોકોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહીતની કાર્યવાહી કરાઈ હતી. જોકે હાલ કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તેનું પોલીસ દ્વારા માત્ર વેરિફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી છે.
SOG પોલીસે શહેરના મોતીતળાવ, શેરડીપીઠના ડેલામાં, નિરમા કંપની સહીતની જગ્યાઓ પર બાંગલાદેશી નાગરિકો ઘુસણખોરી મામલે ચેકીંગ કરાયું હતું.પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર શંકાસ્પદ લોકોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સહીતની કાર્યવાહી કરાઈ હતી.
હાલ પોલીસ દ્વારા ૧૦૦ કરતા વધુ લોકોના ડોક્યુમેન્ટ સહીતનાના મકાનો ખાતે તપાસ કરવામાં આવી છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તેનું પોલીસ દ્વારા માત્ર વેરિફિકેશન કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારી દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત લોકોએ પાનવાડી ચોકમાં રોડ પર પાકિસ્તાનનો ફ્લેગ લગાવીને તેની ઉપરથી ગાડીઓ ચલાવી હતી.