Last Updated on by Sampurna Samachar
ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ રેસ્ટોરેન્ટને ૮,૦૦૦નો દંડ ફટકાર્યો
મિનરલ વોટરની બોટલ પર ૨૯ રૂપિયા વસુલ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભોપાલમાં મિનરલ પાણીની બોટલ પર એક રૂપિયો GST લગાવતાં રેસ્ટોરેન્ટ સામે ગ્રાહકે ફરિયાદ કરી છે. જેથી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર દ્વારા રેસ્ટોરેન્ટ ૮૦૦૦ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલ (BHOPAL) ની રેસ્ટોરેન્ટમાં જમવા ગઇ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂ. ૨૦ ની MRP લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી રૂ. ૨૯ વસુલવામાં આવ્યા હતા. આ રૂ. ૨૯માં એક રૂપિયાના GST નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
૪ વર્ષ બાદ ર્નિણય સામે આવ્યો
રેસ્ટોરેન્ટના સ્ટાફને જ્યારે તેની ફરિયાદ કરવામાં આવી ત્યારે, તેમણે કહ્યું કે તેઓ નિયમ મુજબ ચાર્જ વસૂલી રહ્યાં છે. જે બાદ આ કેસ ગ્રાહક સુરક્ષા ફોરમમાં પહોચ્યો હતો. હવે ૪ વર્ષ બાદ ર્નિણય સામે આવ્યો છે. રેસ્ટોરેન્ટે એક રૂપિયાના GST ની સાથે સર્વિસમાં કમી માટે રૂ. ૫૦૦૦ અને કેસના ખર્ચ તરીકે રૂ. ૩૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો હતો.