Last Updated on by Sampurna Samachar
આ પસંદગી લાખો લોકોને પ્રેરિત કરનારી
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
નોબેલ પીસ પુરસ્કાર એટલે કે નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૫ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે વેનેઝુએલાના મારિયા કોરીના માચાડોને પસંદ કરવામાં આવી છે. શાંતિ સ્થાપના અને વૈશ્વિક સંઘર્ષોને ઘટાડવામાં યોગદાન આપવા માટે મારિયાને સન્માનિત કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા નથી.

આ જાહેરાત સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે, જે છેલ્લા કેટલાક દિવસથી પોતાની દાવેદારી રજૂ કરી રહ્યાં હતા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરીના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈને જીવન જીવવા મજબૂર હોવા છતાં પોતાના સંઘર્ષોને યથાવત રાખ્યા. નોબેલ કમિટીએ કહ્યું- તેના જીવનને ગંભીર ખતરો હોવા છતાં, તે દેશમાં રહી. તેની આ પસંદગી લાખો લોકોને પ્રેરિત કરનારી છે.
વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ પુરસ્કારોમાંનો એક
નોબેલ કમિટીએ મચાડોની બહાદુરીની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે સત્તાવાદી તાકાતો સત્તા પર કબજો કરી લે છે, તો આઝાદીના સાહસિક રક્ષકોને ઓળખવા મહત્વપૂર્ણ છે, જે ઉભા થાય છે અને વિરોધ કરે છે.સમિતિએ કહ્યું, લોકતંત્ર તે લોકો પર ર્નિભર કરે છે જે ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જે ગંભીર જોખમ છતાં આગળ વધવાનું સાહસ કરે છે અને આપણે યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશમાં ન લેવી જોઈએ, પરંતુ તેને શબ્દો, સાહસ અને દ્રઢ સંકલ્પની સાથે હંમેશા સુરક્ષિત રાખવી જોઈએ.
આઠ દેશોએ નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પને નોમિનેટ કર્યા હતા. આમાં પાકિસ્તાન અને ઇઝરાયલ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ, આર્મેનિયા, અઝરબૈજાન, માલ્ટા અને કંબોડિયાનો સમાવેશ થાય છે. નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન પ્રક્રિયા દર વર્ષે ૧ ફેબ્રુઆરીથી શરૂ થાય છે. તે તારીખ સુધીમાં પ્રાપ્ત થયેલા નોમિનેશનને જ માન્ય ગણવામાં આવે છે. ૨૦૨૫ ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેશન માટેની અંતિમ તારીખ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ હતી.
નોબેલ શાંતિ પુરસ્કાર એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ પુરસ્કારોમાંનો એક છે, જે આલ્ફ્રેડ નોબેલની ઇચ્છા અનુસાર સ્થપાયેલા છ નોબેલ પુરસ્કારોમાંથી એક છે. નોબેલ શાંતિ પુરસ્કારની સ્થાપના આલ્ફ્રેડ નોબેલ (સ્વીડિશ રસાયણશાસ્ત્રી અને ડાયનામાઇટના શોધક) કરી હતી. ૧૯૦૧માં પ્રથમ વખત આપવામાં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ પુરસ્કાર આપવાનો હેતુ એ છે કે આલ્ફ્રેડ નોબેલની વસિયત મુજબ, આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવે છે જેણે રાષ્ટ્રો વચ્ચે ભાઈચારો વધારવા, સ્થાયી સેનાઓ નાબૂદ કરવા કે ઘટાડવા અને શાંતિ પરિષદો યોજવા કે પ્રોત્સાહન આપવા માટે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી વધુ કાર્ય કર્યું હોય.
નોબેલ શાંતિ પુરસ્કાર ૨૦૨૪માં જાપાની સંસ્થા નિહોન હિડાંક્યોને એનાયત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા હિરોશિમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલામાં બચી ગયેલા લોકો (હિબાકુશા)ની સંભાળ અને પરમાણુ શસ્ત્રોના વિરોધ માટે કામ કરે છે. જ્યારે ૨૦૨૩માં આ પુરસ્કાર ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને આપવામાં આવ્યો હતો.