Last Updated on by Sampurna Samachar
કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું
માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો કામગીરીનો બહિષ્કારની ચીમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર ગુજરાતમાં વાવ થરાદની આશા વર્કર બહેનોએ મુખ્યમંત્રીને ટપાલ લખીને રજૂઆત કરી છે. થરાદ કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને વિવિધ માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઉત્તર ગુજરાતમાં વાવ થરાદની આશા વર્કર બહેનોએ મુખ્યમંત્રીને ટપાલ લખીને રજૂઆત કરી છે. થરાદ કલેક્ટર કચેરી ખાતે રેલી યોજીને વિવિધ માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પડતર માંગણીઓ પૂર્ણ નહીં થતાં આશા વર્કર બહેનો કામગીરીથી અળગી રહી હતી અને વિરોધની ચીમકી આપી હતી.
વિવિધ પડતર માંગોને લઈને ધારદાર રજૂઆત
વાવ થરાદમાં આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આશા વર્કર બહેનોએ ટપાલ લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. કલેક્ટર કચેરીએ પહોંચીને ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલી આશા બહેનોએ વિવિધ પડતર માંગોને લઈને ધારદાર રજૂઆત કરી હતી. જો તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.