અકસ્માતમાં ૧ નું મોત ૩ને ગંભીર ઇજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં વટામણ-બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ગંભીર અકસ્માતમાં ૧ વ્યક્તિનું મોત નિપજયું જ્યારે ૩ લોકોને ગંભીર ઇજાઓ પંહોચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય વટામણ-બગોદરા હાઈવે પર વહેલી સવારે પસાર થતી ખાનગી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. હાઈવે પર ટ્રક પસાર થતી હતી ત્યારે પાછળ આવતી ખાનગી લકઝરી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજયું હતું. અકસ્માતને પગલે લોકો ભેગા થઈ ગયા હતા. જેમણે પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલિક જાણ કરી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી.