પરિવારે યુવતીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના ડેસર તાલુકાના ઘાટા ગામે રહેતા દશરથભાઈ છગનભાઈ જાદવના ચાર સંતાનો પૈકીની નાની દીકરી કાજલનો મૃતદેહ નદીમાં પાણી ભરેલા ખાડામાંથી મળી આવ્યો હતો. યુવતી કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. યુવતી પરત ના ફરતા તેની માતા શોધવા ગઈ હતી. તે નદીના પાણીમાં ઉધી તરતી દેખાઈ હતી.
મળતી માહિતી અનુસાર યુવતી બપોરના સુમારે નજીક આવેલી કુવેચ નદીમાં કુદરતી હાજતે ગયેલ હોય, કલાક સુધી પરત ન આવતા તેની માતા તેને શોધવા જતા તે નદીના પાણીમાં ઉધી તરતી દેખાઈ હતી. પરિવારજનોને પોતાની દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા છે. ડેસર પોલીસને બનાવની જાણ કરતાં જેથી તુરંત ઘટના સ્થળે પહોંચીને યુવતીના મૃતદેહને ડેસર સરકારી હોસ્પિટલે પીએમ અર્થે મોકલી હાલ અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે.