સાયબર માફિયાઓએ કંપનીની ખાસ માહિતી લીક કરવાની આપી ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલી એક ફાર્મા કંપનીના મેનેજરને વોટ્સઅપ પર ફોન કરીને સાયબર માફિયાઓએ બે કરોડની ખંડણીની માંગણી કરીને ધમકી આપી હતી. ધમકી આપનારે કંપનીની ગુપ્ત માહિતી તેની પાસે હોવાનું અને તેને લીક નહીં કરવાની અવેજમાં નાણાંની માંગણી કરી હતી. કંપનીના મેનેજરે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ મથકમાં શૈલેન્દ્ર મોહન શર્માએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેઓ નારેશ્વર પાસે આવીલ બુક્સ સ્થીર સાયન્સ લેબોરેટરીમાં એચઆર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત ૮મી નબેમ્બરના રોજ કંપનીમાં હાજર હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યુ હતુ કે, ‘આપકી કંપનીને માર્કેટ મેં ઇન્કમ્પ્લીટ ડ્રગ ભેજ દિયા હૈ, મુજે ઇસકે બારે મેં પતા હૈ, ઇસસે માનવજીવન કો ખતરા હૈ, મૈને આપકે સિનિયર ઓફિસર કો બતાયા થા. ઉન્હોને મેરી ડિમાન્ડ નહી માની હૈ.
ઔર મૈને અભી તક યે બાત માર્કેટ મેં ડિસ્ક્લોઝ નહી કી હૈ, ક્યુંકી ઇસમે આપકી કંપની કે એમ્પ્લોઇઝ કો નુકસાન હોગા. અગર આપ નહી માનોગે તો મે યુએસએફડીએ કે સામને યે બાત ડિસ્ક્લોઝ કર દુંગા. મેં આપકે સાથ ડીલ કરના ચાહતા થા.’ડીલ કા મતલબ ક્યા? એવો સવાલ કરતાં તેણે જણાવ્યુ હતુ કે, ‘ડીલ કા મતલબ કિંમત, મૈને આપકે સિનિયર ઓફિસરોકો બતાયા ઔર ઉન્હોને મેરી ડિમાન્ડ નહી માની હૈ. ઇસલિયે મૈંને આપકો ફોન કિયા હૈ. ત્યાર બાદ તેણે કંપનીની વાતો જાહેર કરી દેશે તેમ જણાવ્યુ હતુ.
બાદમાં વોટ્સઅપ પર વિગતો પણ મોકલી હતી. પછી ફરી ફોન કરીને જણાવ્યા હતુ કે, મૈંને આપકો સબ ડિટેઇલ્સ વોટ્સઅપ પે ભેજ દિયા હૈ. વોટ્સઅપ ચેક કરતાં તેમાં દવા અને તેના બેચ નંબર લખેલા હતા. આ દવામાં યુએસએના ધારાધોરણ કરતાં સોડીયમ વધારે હોવાથી દવા ઉતરતી ગુણવત્તાની હોવાથી તથા અન્ય દવાઓ પણ હલ્કી ગુણવત્તાની હોવાની વિગતો લખી હતી.ચેટીંગ દરમિયાન કંપનીની સિક્રેટ ખુલ્લા કરી દેવાની ધમકી આપતાં રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. બીજા દિવસે પણ તેણે વોટ્સઅપ મેસેજથી કંપનીની માહિતી લીક કરી દેવાની ધમકી ફરી વખત આપી હતી. જેના પગલે આ મામલે કંપનીની ચીફ ટેક્નિકલ ઓફીસ સુધી પહોચ્યો હતો.
ત્યાર બાદ મોબાઇલ નંબરના આધારે અજાણી વ્યક્તિની સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી.