Last Updated on by Sampurna Samachar
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ ગુનેગારને ઝડપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના વારસિયા વિસ્તારમાં અછોડા તોડનું સ્કૂટર પકડનાર મહિલા ઘસડીને પડી જવાના બનાવમાં પોલીસે અછોડા તોડને અને તેના સગીર વયના સાગરીતને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ વારસિયા વિસ્તારમાં ગતા ૨૭મી એ સાંજે એક સિનિયર સિટીઝન મહિલા ચાલતી જતી હતી ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકોએ મહિલાને ગાર્ડન ક્યાં આવ્યો એમ પૂછ્યું હતું. મહિલાએ ગાર્ડનનો રસ્તો બતાવતા ગઠીયાએ તેમનો ૧૨ ગ્રામનો અછોડો તોડી લીધો હતો. મહિલાએ સ્કૂટર પકડી રાખતા અછોડા તોડ ભાગ્યા હતા. જેથી મહિલા ઢસડીને પડી ગઈ હતી ?
આ બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે CCTV ફૂટેજ તપાસી પ્રકાશ રમેશભાઈ મારવાડી અને તેના સગીર વયના સાગરીતને ઝડપી પાડી તૂટેલો અછોડો અને એક મોબાઇલ કબજે લીધા છે. ઉપરોક્ત બનાવમાં પોલીસે વધુ પૂછપરછ કરતા અછોડા તોડે કારેલીબાગના એક મકાનમાંથી મોબાઇલ પણ ઉઠાવ્યો હોવાની કબુલાત કરી છે.