Last Updated on by Sampurna Samachar
વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ પણ વધ્યું
જાણે અંધકાર વ્યાપ્યો હોય તેમ ધૂંધળું વાતાવરણ છવાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠંડીની સાથે પ્રદુષણ વધવાની સ્થિતિ સર્જાઇ હતી. વાત કરીએ તો વહેલી સવારથી વડોદરામાં ધુમ્મસભર્યું વાતાવરણ હતું. જ્યાં રસ્તા પર વાહનોને હેડલાઈટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી.

સૂર્યોદય બાદ પણ જાણે અંધકાર વ્યાપ્યો હોય તેમ ધૂંધળું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં ભેજની સાથે સાથે પ્રદુષણ પણ વધતા વડોદરા શહેરનું મહત્તમ AQI સવારે ૭ થી ૮ વાગ્યાના વચ્ચે ૨૮૮ નોંધાયું હતું.
વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક ૨૬મો
જ્યારે શહેરમાં છેલ્લા ૨૪ કલાકના AQI ના સરેરાશ આંકડા પ્રમાણે ૨૭૨ નોંધાયું છે. હેઝાર્ડસ હવામાનની શરૂઆત ૩૦૦ છઊૈંથી થાય છે. ત્યારે વડોદરા શહેર ૩૦૦ AQI થી માત્ર ૧૨ પોઈન્ટ નીચે હોવાને કારણે વાતાવરણમાં પ્રદુષણએ નવું સ્તર હાસિલ કર્યું છે. AQI વેબસાઈટના ડેટા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત શહેરોમાં વડોદરાનો ક્રમાંક ૨૬મો છે.