Last Updated on by Sampurna Samachar
૨૧ વર્ષીય યુવક સહિત એક આધેડેનું અકસ્માતમાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરા જિલ્લામાં એક જ દિવસમાં બે હિટ એન્ડ રનની બની હતી. જેમાં ૨૧ વર્ષીય યુવક સહિત એક આધેડેનું મૃત્યુ નિપજ્યું હતું.
ઉલ્લેખનિય છે કે વડોદરા ભાદરવા ગામે રહેતા જગદીશસિંહ મહિડા અને તેમના ૨૧ વર્ષીય પુત્ર ઋષિરાજ જમહીડા બાઈક પર રણજીતનગર ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે આ પિતા-પુત્રને જોરદાર ટક્કર મારી હતી. ઋષિરાજને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય એક દુર્ઘટનામાં ડભોઈના અંબાવ ગામ ખાતે રહેતા ૬૫ વર્ષીય બાબુ વણકર ઘરેથી સાઈકલ પર બજારમાંથી દવા ખરીદી સાયકલ પર સવાર થઇ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે બાબુ વણકરને ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.