Last Updated on by Sampurna Samachar
ચાઈનીઝ પતંગ, તુક્કલ, દોરા તેમજ અન્ય ચીજોનો ઉપયોગ પર છે પ્રતિબંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું હોવાની વિગતોને પગલે પોલીસે તપાસ કરી ચાઈનીઝ તુક્કલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ પતંગ, તુક્કલ, દોરા તેમજ અન્ય ચીજોનો ઉપયોગ કરવા અંગે ફરમાવવામાં આવ્યો હોવા છતાં તેનું વેચાણ કર્યું હોવાથી પોલીસ કમિશનરે તપાસ કરવા માટે સૂચનાઓ આપી છે. જેના અનુસંધાનમાં SOG ની ટીમે માંજલપુર ઈવા મોલ નજીક સ્કૂટર લઈ ઉભેલા બે યુવકો પાસેના બોક્સ અને તપાસતા અંદરથી ૨૫૦૦૦ની કિંમતની ૧૦૦૦ ચાઈનીઝ તુક્કલ મળી આવી હતી. જે મામલે પોલીસે કેયુર રતનસિંહ પઢિયાર અને આશિષ કેશવભાઈ પંચાલની અટકાયત કરી હતી. જ્યારે જથ્થો મોકલનાર અમદાવાદના વિપિનને વોન્ટેડ જાહેર કર્યો છે.