Last Updated on by Sampurna Samachar
સ્વતંત્રતા બાદ આ કાયદો લાવનાર પ્રથમ રાજ્ય બન્યુ ઉત્તરાખંડ જુઓ શુ બદલાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડમાં અઢી વર્ષની તૈયારીઓ બાદ સમાન નાગરિક સંહિતા એટલે UCC લાગૂ થઇ ગયુ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી મુખ્ય સેવક સદનમાં UCC ના પોર્ટલ અને નિયમાવલીનું લોકાર્પણ કર્યું હતું.. આ માટે વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી.

UCC માટે વિક્સિત ઓનલાઈન પોર્ટલની મોક ડ્રિલ સફળતાપૂર્વક પૂરી થઈ ચૂકી હતી. ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થઈ ગયું છે. આ સાથે જ રાજ્યમાં ઘણું બધુ બદલાઈ જશે. ઉલ્લેખનીય છે કે સમાન નાગરિક સંહિતા લાગૂ કરવાની સાથે જ ઉત્તરાખંડ સ્વતંત્રતા બાદ આમ કરનારું પહેલું રાજ્ય બન્યું છે ગૃહ સચિવ તરફથી આ અંગે પત્ર પણ જારી કરાયો હતો.
૧. હલાલા જેવી પ્રથા બંધ થશે : UCC લાગૂ થયા બાદ રાજ્યમાં હલાલા જેવી પ્રથા બંધ થઈ જશે. બહુપત્નીત્વ પર રોક લાગશે.
૨. વારસદારનો સરખો હક : બિલમાં છોકરીઓને પણ છોકરાઓ બરાબર જ વારસાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ છે. અત્યાર સુધી અનેક ધર્મોના પર્સનલ લોમાં છોકરાઓ અને છોકરીઓને સમાન વારસા હકનો અધિકાર નથી.
૩. લગ્ન માટે રજિસ્ટ્રેશન જરૂરી : બિલમાં લગ્ન માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. આ સાથે જ લગ્નનું રજિસ્ટ્રેશન ન કરનાવનારને સરકારી સુવિધાઓ ન આપવાનો પ્રસ્તાવ પણ મૂકાયો છે. વિવાહ અને છૂટાછેડાનું રજિસ્ટ્રેશન ફરજિયાત, રજિસ્ટ્રેશન ન કરાવનારને ૨૫૦૦૦ રૂપિયાનો દંડ.
૪. ૧૫ દિવસમાં ર્નિણય, નહીં તો લગ્ન રજિસ્ટર્ડ ગણાશે : UCC માં લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત ગણવામાં આવ્યું છે. આ માટે રજિસ્ટ્રેશન છ મહિનાની અંદર કરાવવું પડશે. લગ્નને રજિસ્ટર્ડ કરાવવા માટે અપાયેલી અરજી પર કાયદાની મહોર ન લાગવાની સ્થિતિમાં લગ્નની અરજીને સ્વીકૃત ગણવામાં આવશે.
૫. સશસ્ત્ર દળો માટે વિશેષ વ્યવસ્થા : UCC માં સશસ્ત્ર દળો માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. આ હેઠળ જો કોઈ સૈનિક, વાયુસૈનિક કે નૌસૈનિક વિશેષ અભિયાનમાં સામેલ હોય તો તે વિશેષાધિકારવાળી વસીયત કરી શકે છે. જોકે આ સૈનિકના હાથે લખાયેલી છે તે પુષ્ટિ થવી જોઈએ એ શરત સાથે લાગૂ થઈ શકશે.
૬. લિવ ઈન રિલેશનશીપ માટે રજિસ્ટ્રેશન : સમાન નાગરિક સંહિતા બિલમાં લિવ ઈન રિલેશનશીપ માટે રજિસ્ટ્રેશન જરૂરી છે. કાનૂની વિશેષજ્ઞોનો દાવો છે કે આવા સંબંધોના રજિસ્ટ્રેશનથી પુરુષો અને મહિલાઓ બંનેને ફાયદો થશે. આ દરમિયાન પેદા થયેલા બાળકને પણ પરિણીત કપલના બાળકની જેમ અધિકાર મળશે. UCC ના નિયમ કાયદાથી અનુસૂચિત જનજાતિને બહાર રાખવામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર, પૂજા પદ્ધતિ તથા પરંપરાઓમાં કોઈ ફેરફાર કરાયો નથી.
૭. મહિલા અધિકારી પર કેન્દ્રિત : UCC વિધેયક મહિલા અધિકારો પર કેન્દ્રિત છે. તેમાં બહુપત્નીત્વ પર રોકની જાેગવાઈ છે. છોકરીઓના લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારવાની પણ જોગવાઈ છે.
૮. બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા સરળ : બિલમાં બાળકને દત્તક લેવાની પ્રક્રિયા સરળ થશે. મુસ્લિમ મહિલાઓને પણ બાળક દત્તક લેવાનો અધિકાર આપવાની જોગવાઈ બિલમાં છે.
૯. જૈવિક બાળકો સમાન અધિકાર : નાજાયઝ અને દત્તક લેવાયેલા બાળકોને પણ જૈવિક બાળકો સમાન અધિકારો મળશે. લિવ ઈનમાં રહેનારાઓના બાળકોને કાયદેસર ગણવામાં આવશે. તમામ ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. જોકે અન્ય ધર્મના બાળકોને દત્તક લઈ શકાશે નહીં.
૧૦. વિશેષ જોગવાઈ : ડિવોર્સ કે ઘરેલુ ઝઘડાઓમાં પાંચ વર્ષ સુધીના બાળકની કસ્ટડી માતા પાસે રહેશે. છોકરીઓના લગ્નની ઉંમર તે કોઈ પણ ધર્મ કે જાતિની હોય પરંતુ એકસરખી રહેશે.
UCC ની સફર : ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી ધામીએ UCC લાગૂ કરવાનું વચન આપ્યું હતું. મે ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી.
૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સમિતિએ સરકારને ડ્રાફ્ટ સોંપ્યો. ૮ માર્ચ ૨૦૨૪ના રોજ વિધાનસભામાં UCC બિલ પાસ થયું અને ૧૨ માર્ચ ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી. આંતરરાષ્ટ્રીય સ્ટડી સાઉદી અરબ, તુર્કિયે, ઈન્ડોનેશિયા, નેપાળ, ફ્રાન્સ, જર્મની, જાપાન અને કેનેડા જેવા દેશોના UCC નો અભ્યાસ કરવામાં આવ્યો હતો.