Last Updated on by Sampurna Samachar
મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મળી મંજુરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડ સરકારે UCC લાગૂ કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. જે અંતર્ગત હાલમાં જ યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવા માટે તૈયાર કરવામાં આવેલી નિયમાવલીમાં આંશિક સંશોધન કર્યા બાદ મંત્રીમંડળની બેઠકમાં તેના પર મહોર લગાવી દીધી છે. ત્યારે આવા સમયે હવે ઉત્તરાખંડ રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તેથી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર ઉત્તરાખંડ રાજ્યમાં UCC લાગૂ થઈ શકે છે.

હકીકતમાં જોઈએ તો, નિયમાવલીમાં આંશિક સંશોધન કરવા માટે શાસન સ્તરમાં બનાવેલી સમિતિએ નિયમાવલીને પરીક્ષણ કરવા માટે વિધિ વિભાગને મોકલી હતી. ત્યારે આવા સમયે વિધાઈ વિભાગે પરીક્ષણ બાદ ૨૦ જાન્યુઆરીએ મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક થઈ અને UCC નિયમાવલીને મંજૂરી આપી દીધી.
હાલના સમયમાં નગર નિગમની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગૂ છે. તેના કારણે ઉત્તરાખંડ શાસને રાજ્ય ચૂંટણી પંચને પત્ર મોકલી મંત્રીમંડળની બેઠક કરવાની મંજૂરી માંગી હતી. રાજ્ય ચૂંટણી પંચ પાસેથી મંજૂરી મળ્યા બાદ ધામી મંત્રીમંડળની બેઠક, સચિવાલયમાં શરુ થઈ હતી. મંત્રીમંડળ તરફથી આ બેઠકમાં મહત્ત્વના બિંદુ યુનિફોર્મ સિવિલ કોડ નિયમાવલીને મંજૂરી આપી હતી. અડધા કલાક સુધી ચાલેલી આ બેઠક દરમ્યાન મંત્રી મંડળે યૂનિફોર્મ સિવિલ કોડની નિયમાવલીને મંજૂરી આપી હતી. ત્યારે હવે સંભાવના એવી છે કે ઉત્તરાખંડમાં ૨૬ જાન્યુઆરીના રોજ યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરી દેશે.