ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ પણ કરે છે તેમ હર્ષ સંઘવીએ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. PM મોદીનું વિઝન છે કે તમામ લોકોને સમાન હક મળે, તેને સાકાર કરવાનો છે. સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાશે. ૫ સભ્યોની કમિટીની રચના કરાશે. કમિટી આ રિપોર્ટ ૪૫ દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરશે. સમાન નાગરિક સંહિતા લાગૂ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે. સરકારે કહ્યું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી.
આ કમિટીમાં સામાજીક કાર્યકર ગીતા શ્રોફ, નિવૃત IAS સી.એલ. મીના, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર, એડવોકેટ આર સી કોડેકરનો કમિટીમાં સમાવેશ કરાયો છે. આજ બપોરે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ UCC મુદ્દે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કમિટીની જાહેરાતની શક્યતા વર્તાઈ રહી છે. નાગરિકોના સૂચન મેળવવા કમિટીની જાહેરાતની સંભાવના છે. ૨૦૨૨માં કમિટી બનાવવાની જાહેરાત કરાઇ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ જે વચન આપે છે તે પૂર્ણ પણ કરે છે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ધ્યાન રખાશે. તેમણે જણાવ્યું કે અનુકૂળ સમયે વિધાનસભામાં બિલ લાવવામાં આવશે.
ઉત્તરાખંડમાં વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા લાગુ થયા બાદ રાજસ્થાનમાં પણ તેને લાવવાની ચર્ચા થઈ રહી છે. રાજસ્થાન સરકારે ઉત્તરાખંડ સરકારને UCC લાગૂ કર્યાના અભિનંદન પણ પાઠવ્યા હતા. શક્યતા છે કે ગુજરાત સરકાર પણ સમાન નાગરિક સંહિતા લાગૂ કરે. સરકાર પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના કરશે તેવી શક્યતા છે.