ભારત સરકારની ક્ષમતામાં સુધારો થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના પ્રમખ બાઈડનના વહીવટીતંત્રે ભારતને MH- 60R મલ્ટી-મિશન હેલિકોપ્ટર ઇક્વિપમેન્ટ અને સંબંધિત ઇક્વિપમેન્ટના વેચાણને મંજૂરી આપી છે. આ ઇક્વિપમેન્ટની ખરીદ કિંમત ૧.૧૭ બિલિયન છે. રાજકીય-સૈન્ય મામલે US સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, સંરક્ષણ સુરક્ષા સહકાર એજન્સીએ કોંગ્રેસને એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે,
પ્રસ્તાવિત વેચાણ ભારતની સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને અપગ્રેડ કરીને વર્તમાન અને ભવિષ્યના જોખમોને રોકવાની ક્ષમતામાં સુધારો કરશે.
અહેવાલ અનુસાર, પ્રમખ બાઈડનના વહીવટીતંત્રે તેની ચાર વર્ષની મુદત પૂરી થવાના થોડા અઠવાડિયા પહેલા જ ભારતને મોટા સંરક્ષણ ઇક્વિપમેન્ટના વેચાણને મંજૂરી આપી હતી. પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રમુખ તરીકે શપથ લેશે.
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, ભારતે ૩૦ મલ્ટિફંક્શનલ ઇન્ફર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ-જોઇન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ ફેસિલિટીનો અભ્યાસ, ડિઝાઇન, નિર્માણ અને સહાય, સહાયતા અને પરીક્ષણ ઇક્વિપમેન્ટ, યુદ્ધ સામગ્રીની ખરીદીની અપીલ કરી છે.
આ વેચાણ માટે મુખ્ય કોન્ટ્રાક્ટર લોકહીડ માર્ટિન રોટરી અને મિશન સિસ્ટમ્સ છે. વેચાણના અમલીકરણના હેતુથી પ્રોગ્રામ ટેક્નિકલ સહાય અને સંચાલન દેખરેખ માટે અસ્થાયી ધોરણે ૨૦ US સરકાર અથવા ૨૫ કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓની ભારત યાત્રાની જરૂર પડશે. આ પ્રસ્તાવિત વેચાણ US ની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ઉદ્દેશ્યોને ટેકો આપશે, અમેરિકા -ભારત વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળશે અને મુખ્ય સંરક્ષણ ભાગીદારની સુરક્ષામાં સુધારો થશે.
પ્રસ્તાવિત વેચાણથી સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓને અપગ્રેડ કરીને વર્તમાન અને ભવિષ્યના જોખમોને રોકવાની ભારત સરકારની ક્ષમતામાં સુધારો થશે. ભારતને આ ઉપકરણો અને સેવાઓને તેના સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.