Last Updated on by Sampurna Samachar
આ મામલે કેટલાક નિષ્ણાંતો અને નેતાઓએ વાંધો ઉઠાવ્યો
આ છટણીથી થશે ઘણી એજન્સીઓને અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે. જ્યાં કર્મચારીઓને બરતરફીની નોટિસ મળવા લાગી છે. એવી અટકળો છે કે ટ્રમ્પ સરકાર ૧૦,૦૦૦ લોકોને નોકરીમાંથી કાઢી શકે છે.
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસની છટણીની યોજનાઓમાં હાઈ-પ્રોફાઈલ ફેડરલ એજન્સીઓ જેમ કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થનો સમાવેશ થાય છે.
મોટા પાયે છટણી નકારાત્મક અસર કરી શકે
આ છટણી કરીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ફેડરલ સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી દ્વારા ખર્ચમાં ઘટાડો કરે છે. આરોગ્ય સચિવ રોબર્ટ એફ. કેનેડી જુનિયરે ગયા અઠવાડિયે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છટણીની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરવામાં આવશે અને આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની સંખ્યા ૮૨,૦૦૦ થી ઘટાડીને ૬૨,૦૦૦ કરવામાં આવશે.
આ એજન્સીઓને થશે અસર
– ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન – ૩,૫૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
– સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન – ૨,૪૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
– નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ – ૧,૨૦૦ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
– સેન્ટર્સ ફોર મેડિકેર એન્ડ મેડિકેડ સર્વિસિસ ૩૦૦ નોકરીઓ જતી રહેશે.
ઘણા નિષ્ણાતો અને નેતાઓએ આ ર્નિણય સામે વાંધો ઉઠાવ્યો છે. સેનેટર પૅટી મરેએ જણાવ્યું હતું કે, મોટા પાયે છટણી કુદરતી આફતો દરમિયાન ચેપી રોગ નિવારણ અને આરોગ્ય સેવાઓ પર નકારાત્મક અસર કરશે. તેમણે કહ્યું કે આ ર્નિણયથી ‘ડિપાર્ટમેન્ટ ઓફ ડિસીઝ‘ રાખવામાં આવવું જોઈએ, કારણ કે તે અમેરિકાની સ્વાસ્થ્ય સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે.