Last Updated on by Sampurna Samachar
દોષિતે ભારત પ્રત્યાર્પણ પર ઈમરજન્સી સ્ટે માંગી હતી
તહવ્વુર રાણા હાલમાં કેનેડાનો નાગરિક
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૦૮ના મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની તેની અરજી ફગાવી દેવામાં આવી છે. જજ એલેના કાગને તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.
૨૬/૧૧ મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેના પ્રત્યાર્પણ પર ઈમરજન્સી સ્ટે માંગી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ બચી શકીશ નહીં.
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો
રાણાએ અમેરિકી કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે તે પાકિસ્તાની મૂળનો મુસ્લિમ હોવાને કારણે ભારતમાં તેના પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવશે. હ્યુમન રાઇટ્સ વોચ ૨૦૨૩ વર્લ્ડ રિપોર્ટ જણાવે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર વધુને વધુ સરમુખત્યાર બની રહી છે અને જો તેને ભારત સરકારને સોંપવામાં આવે તો તેના પર ત્રાસ ગુજારવામાં આવશે તેવા પર્યાપ્ત કારણો છે. તહવ્વુર રાણાએ કહ્યું હતું કે તે ઘણી બીમારીઓથી પીડિત છે. તે પાર્કિન્સનની સમસ્યા સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે. તેમને એવી જગ્યાએ ન મોકલવા જોઈએ જ્યાં તેમને રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક આધાર પર નિશાન બનાવવામાં આવે.
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને ૧૦ વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે કામ કર્યું હતું. પરંતુ તહવ્વુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેમણે નોકરી છોડી દીધી હતી. ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડાનો નાગરિક છે. પરંતુ તાજેતરમાં તે શિકાગોનો રહેવાસી હતો, જ્યાં તેનો વ્યવસાય છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઈંગ્લેન્ડમાં મુસાફરી કરી છે અને રહ્યો છે અને તે લગભગ ૭ ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે ૨૦૦૬થી નવેમ્બર ૨૦૦૮ સુધી તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ-એ-ઈસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના ઘડી અને તેને અમલમાં લાવવામાં મદદ કરી હતી.
આતંકી હેડલી આ કેસમાં સરકારી સાક્ષી બન્યો છે. ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓના આ હુમલાને નિષ્ફળ બનાવવા માટે ૨૦૦ દ્ગજીય્ કમાન્ડો અને ૫૦ આર્મી કમાન્ડોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ સિવાય સેનાની પાંચ ટુકડીઓ પણ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. હુમલા દરમિયાન નેવીને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી.