ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ આપી શકે છે આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
US આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર્સને હટાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ આદેશ આપી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ યુ.એસ કેપિટલમાં યોજાવાનો છે.
મળતા અહેવાલ મુજબ અમેરિકાના નવાં ચૂંટાયેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ જલ્દી અમેરિકન સેનાના બધાંજ ટ્રાન્સજેન્ડર્સ સભ્યોને હટાવી શકે છે. એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ જાન્યુઆરી ૨૦૨૫માં રાષ્ટ્રપતિ પદ પહેલા જ દિવસે આને લગતા એક્ઝિકયુટિવ ઓડૅર પર હસ્તાક્ષર કરશે.
એવા સમયે જ્યારે US સશસ્ત્ર દળોમાં ભરતી ઘટી રહી છે, સેનામાંથી ટ્રાન્સજેન્ડર બાકાત કરવાનંદ પગલું હજારો કર્મચારીઓને બરતરફી તરફ દોરી શકે છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૭ માં જાહેરાત કરી હતી કે ટ્રાન્સ લોકોને હવે US સૈન્યમાં સેવા કરવાની મંજુરી આપવામાં આવશે નહિં. તેમણે કહ્યું કે આનાથી ભારે તબીબી ખર્ચ થશે. સૈન્યમાં ટ્રાન્સજેન્ડર લોકો પરનો પ્રતિબંધ ૨૦૧૯માં અમલમાં આવ્યો હતો. પરંતુ જે લોકો પહેલાથી જ સૈન્ય સેવામાં નોકરી કરી રહ્યાં છે તેમને નોકરી ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
આ પ્રતિબંધનો મુદ્દો કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો હતો ત્યાર બાદ રાષ્ટ્રપતિ જો.બાઈડેને ઉથલાવી દીધું હતું. એક અહેવાલ મુજબ રિપબ્લિકન ટ્રમ્પ સેનામાં સેવા કર્મચારી બધાં ટ્રાન્સજેન્ડર લોકોને બાકાત કરીને બાઈડેના આદેશને નકારી દીધો હતો.
સૂત્રો અનુસાર આ લોકોને એવા સમયે બહાર કાઢવામાં આવશે જ્યારે સૈન્ય પૂરતા લોકોની ભરતી કરી શકશે નહિં. એક અહેવાલ મુજબ લગભગ ૧૫,૦૦૦ લોકો હાલમાં US સૈન્યમાં સેવા આપી રહ્યાં છે. લશ્કરી સંગઠન ટ્રાન્સજેન્ડર લોકોને સૈન્યમાં સેવા આપવા પર પ્રતિબંધ મૂકવો એ લશ્કરની સજ્જતાને નબળી પાડશે. અને ભરતી અને જાળવણીની કટોકટી વધૂ ખરાબ કરશે. અમેરિકાના વિરોધીઓ માટે પણ ખતરો ઉભો કરશે. ૧૫,૦૦૦ સેવાકર્મચારીઓને અચાનક બાકાત કરવાના, ખાસ કરીને ગયા વર્ષે સૈન્ય ભરતી લક્ષ્યને ૪૧,૦૦૦ ઓછી ભરતી થઈ હતી. તે યુધ્ધ લડતા એકમો પર બોજ વધારે છે, અને એકતાને નુકસાન પહોંચાડે છે.