Last Updated on by Sampurna Samachar
મંદિરનું સ્વરૂપ બદલીને તેને મકબરો બનાવવાનો આરોપ લાગ્યો
મકબરો શિવ અને શ્રી કૃષ્ણ મંદિર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદના મકબરાને લઈને મોટો હોબાળો મચી ગયો છે. જયાં સવારે તે મકબરો તોડવા માટે હિન્દુ સંગઠનો પહોંચી ગયા હતા અને તેમનો દાવો છે કે, હજારો વર્ષ પહેલા આ સ્થળે ભગવાન શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર હતું. જોકે વહીવટીતંત્રે મકબરાની સુરક્ષા માટે બેરિકેડ લગાવ્યા હતા, પરંતુ આટલી મોટી ભીડ હતી કે પ્રશાસનને પીછે હટ કરવી પડી હતી.

આ સમગ્ર વિવાદ શિવ મંદિર અને મકબરાનો છે. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે, મકબરો શિવ અને શ્રી કૃષ્ણ મંદિર છે. સ્થળ પર હિન્દુ સંગઠનના લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ . હિન્દુ સંગઠનના લોકો અહીં મકબરામાં પૂજા કરવા માટે ભેગા થયા છે. વહીવટીતંત્ર આ લોકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ મોટી ભીડને કારણે તે સફળ થઈ શક્યું નહીં.
મકબરો સંકુલમાં બનેલા મંદિરમાં ઘૂસી જઇ તોડફોડ કરી
ભાજપ જિલ્લા પ્રમુખે દાવો કર્યો હતો કે, સદર તહસીલ વિસ્તારમાં સ્થિત નવાબ અબ્દુલ સમદ મકબરો એક મંદિર છે અને અહીંથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આ મકબરાને ઠાકુરજી અને શિવનું હજાર વર્ષ જૂનું મંદિર ગણાવ્યું હતું. મંદિરનું સ્વરૂપ બદલીને તેને મકબરો બનાવવાનો આરોપ લાગ્યો છે.
હિન્દુ સંગઠનોએ કહ્યું છે કે, મકબરામાં કમળનું ફૂલ અને ત્રિશૂળનું ચિહ્ન તેના મંદિર હોવાનો પુરાવો છે. જિલ્લા વહીવટીતંત્રે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને હાલમાં ઘણા પોલીસ સ્ટેશનનો પોલીસ દળ સ્થળ પર હાજર છે. હિન્દુ સંગઠનના લોકો મકબરો સંકુલમાં બનેલા મંદિરમાં ઘૂસી જઇ તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું છે.