Last Updated on by Sampurna Samachar
UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે ઓનલાઈન પેમેન્ટના મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. અમેરિકાની કુલ વસ્તી કરતાં પણ વધુ UPI ટ્રાન્ઝેક્શન્સ ભારતમાં એક દિવસમાં થાય છે. ૨ ઓગસ્ટના રોજ ભારતમાં ૭૦૭ મિલિયન UPI ટ્રાન્ઝેક્શન્સ થયા, જ્યારે અમેરિકાની વસ્તી ૩૪૧.૨ મિલિયન છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના રિપોર્ટ અનુસાર, ભારત ગ્લોબલ ફાસ્ટ પેમેન્ટ લીડર બની ગયું છે અને આમાં સૌથી મોટો ફાળો UPI નો છે. એવામાં વારંવાર એવા સમાચારો સામે આવી રહ્યા છે કે સરકાર UPI પેમેન્ટ કરવા પર ચાર્જ લગાવવામાં આવશે, પણ સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે UPI પેમેન્ટ પર કોઈ ચાર્જ લાગશે નહીં.
એક જ મહિનામાં ૧,૯૪૬.૭૯ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ
કેન્દ્ર સરકારે ફરી સ્પષ્ટ કર્યું છે કે UPI દ્વારા થતા ડિજિટલ પેમેન્ટ પર કોઈ ફી લગાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. ભલે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ૨૦૧૯માં બેન્કોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ તરીકે ૦.૩૦% સુધી ચાર્જ લેવાની મંજૂરી આપવામાં આવી હોય, પરંતુ નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું કે કાયદા મુજબ બેન્ક ગ્રાહકો પાસેથી UPI પેમેન્ટ માટે કોઈ ચાર્જ લઈ શકશે નહીં.
આથી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ UPI અને ઇેઁટ્ઠઅ ડેબિટ કાર્ડને કોઈ પણ ફી વગરના ઇલેક્ટ્રોનિક પેમેન્ટ માધ્યમ તરીકે જાહેર કર્યા છે. તેમજ UPI સેવાઓ સરળતાથી ચાલે તે માટે સરકારે ૨૦૨૧-૨૨થી ૨૦૨૪-૨૫ સુધી લગભગ રૂ.૮,૭૩૦ કરોડનું પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે.
UPI ટ્રાન્ઝેક્શન્સ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૨ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૮,૫૮૭ કરોડ થઈ ગયા છે, જે ૧૧૪%ના વાર્ષિક વૃદ્ધિ દરથી વધ્યા છે. આ જ સમયગાળામાં, ટ્રાન્ઝેક્શન વેલ્યુ ૧.૧૦ લાખ કરોડ રૂપિયાથી વધીને ૨૬૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
સરકારના જણાવ્યા મુજબ એક જ મહિનામાં ૧,૯૪૬.૭૯ કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાનો જુલાઈ ૨૦૨૫માં UPI એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ૨૦૭૧ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૨,૮૩૧ કરોડ થઈ ગયા છે, જે ૪૧%નાથી વધી રહ્યા છે. આ જ સમયગાળામાં, ટ્રાન્ઝેક્શન વેલ્યુ ૧૯૬૨ લાખ કરોડ રૂપિયાથી વધીને ૩૫૦૯ લાખ કરોડ રૂપિયા થઈ છે.