કિશોરીના માતા – પિતા બહારગામ ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
UP ના કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવકે સેક્સવર્ધક દવા ખાઈને કિશોરી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન સાત કલાક સુધી નગ્ન રાખવાના કારણે ઠંડીના કારણે સગીરાનું મોત થયું હતું. પોલીસે પ્રેમીની પૂછપરછ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ આ ખુલાસો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર શિવરાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી પોતાની પુત્રીને ઘરે એકલી મૂકીને સંબંધીના ઘરે લગ્ન માટે ગયા હતા. ત્યારબાદ યુવતી પડોશમાં બીજા ઘરમાં રહેતા તેના મોટા ભાઈની પાંચ વર્ષની પુત્રીને પોતાની સાથે સુવા માટે લાવી હતી. જ્યાં સવારે તેનો મૃતદેહ ખાટલા પર અર્ધ નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.
રાત્રે મૃતક યુવતી સાથે સૂઈ ગયેલા મોટા ભાઈની પુત્રીએ જણાવ્યું કે રાત્રે એક યુવક આવ્યો હતો. તેના આધારે પોલીસે તેના ગામથી ૨૦ કિમી દૂર નેવાડા ગામમાં રહેતા કુલદીપ કુમાર ઉર્ફે શોભિતને પકડી લીધો હતો. પછી આરોપીએ કહ્યું કે તેના ઘરે કોઈ નહોતું. આ કારણોસર તે રાત્રે ૮.૩૦ વાગ્યાની આસપાસ તેના ઘરે પહોંચ્યો હતો અને સવારે યુવતીની તબિયત બગડેલી જોઈને ભાગી ગયો હતો.
પ્રેમીએ શારીરિક સંબંધ બનાવવા માટે યુવતીને લગભગ સાત કલાક સુધી નગ્ન રાખી હતી અને સેક્સ વર્ધક ગોળીઓ ખાઈને બે વખત સંબંઘ બાંધ્યો હતો. આ દરમિયાન ઠંડીને કારણે સગીરાનું મોત થયું હતું. તેમજ ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે કિશોરીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.