Last Updated on by Sampurna Samachar
સપાના નેતાના નિવેદનથી ઉત્તરપ્રદેશનુ રાજકારણ ગરમાયું
તેમના નિવેદનમાં કોઈ દમ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ,તા.૨૫
સમાજવાદી પાર્ટીના ધારાસભ્યના નિવેદનથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમણે કહ્યું, જે રીતે કૃષ્ણથી કંસ ડરતો હતો એમ જ અખિલેશ યાદવ (AKHILESH YADAV) થી લોકો ડરે છે. તેમના આ નિવેદન પર ભાજપે પણ પલટવાર કર્યો હતો.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતા અને સપા ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેએ એક નિવેદન આપ્યું હતું. બજેટ સત્ર દરમિયાન તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સીધી રીતે ટિપ્પણી કરવાની ના પાડી હતી પરંતુ તેમણે આપેલા એક ઉદાહરણના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
પાંડેએ કહ્યું, એક કંસ હતો. તેને એટલો બધો હતો કે કૃષ્ણ જન્મ લેશે તો હું ખતમ થઈ જઈશે. તેને કૃષ્ણ જન્મ ન લે તેનો ડર રહેતો હતો. આ સ્થિતિ અહીંયા પણ છે. જેમ કંસ કૃષ્ણથી ડરતો હતો, તેવી જ રીતે કેટલાક લોકો અખિલેશ યાદવથી પણ ડરે છે.
સપાના નેતાના નિવેદન બાદ ભાજપે કર્યો પલટવાર
તેમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી CM બ્રીજેશ પાઠકે કહ્યું, સમાજવાદી પાર્ટીને તેના કર્મની સજા મળી છે. જ્યારે જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમની હરકત કંસ, દુર્યોધન અને રાવણ જેવી રહી છે. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું જેમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તેઓ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે છે.
પ્રયાગરાજનો મહાકુંભ દિવ્ય, ભવ્ય અને અલૌકિક રહ્યો છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. જેની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. સપા નેતાઓ મહાકુંભને લઈ અફવા ફેલાવી અને ખોટા નિવેદન આપ્યા હતા. તેમના આ નિવેદનોની અસર થઈ હોત તો મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો થયો હોત.તેમના નિવેદનમાં કોઈ દમ નથી.