Last Updated on by Sampurna Samachar
મહાકુંભમાં ભાગદોડની દુર્ઘટના બાદ રાહુલ ગાંધીના સરકાર પર આકરા પ્રહારો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં ભાગદોડ થતાં જે દુર્ઘટના સર્જાઇ તે અંગે કોંગ્રેસ લીડર રાહુલ ગાંધીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે મૌની અમાવસ્યાના અવસર પર થયેલી ઘટનાને લઈને યૂપી સરકાર પર ઠીકરું ફોડ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ દુઃખદ ઘટના માટે અવ્યવસ્થા, મેનેજમેન્ટની કમી અને સામાન્ય શ્રદ્ધાળુની જગ્યાએ VIP મૂવમેન્ટ પર પ્રશાસનનું ખાસ ધ્યાન હોવું જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હાલમાં મહાકુંભમાં ઘણો સમય બાકી છે. કેટલાય અન્ય મહાસ્નાન થવાના છે. આ દુઃખદ ઘટના આગળ ન થાય તેના માટે સરકારે વ્યવસ્થામાં સુધાર કરવો જોઈએ. VIP કલ્ચર પર લગામ લગાવવી જોઈએ. સરકારે સામાન્ય શ્રદ્ધાળુઓની જરુરિયાતને પૂરી કરવા માટે સારી વ્યવસ્થા કરવી જોઈએ. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને અનુરોધ છે કે પીડિત પરિવારોની મદદ કરે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું શોકાકુલ પરિવારો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરુ છું અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડના કારણે કેટલાય લોકોના મોત અને કેટલાય ઘાયલ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. રાહુલ ગાંધીએ મહાકુંભમાં મોતની વાત કહી છે. પણ અત્યાર સુધી પ્રશાસન તરફથી તેના વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. તો વળી યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ આ ઘટના પ્રત્યે પ્રશાસન અને સરકાર પર ટાર્ગેટ કર્યો છે.
તેમણે કહ્યું કે, આ ઘટના અવ્યવસ્થાનું પરિણામ છે અને પ્રશાસન તો VIP લોકોની સુરક્ષામાં વ્યસ્ત છે. અહીં ઉલ્લેખનિય છે કે, મૌની અમાવસ્યાના દિવસે લગભગ બે કરોડ લોકો પ્રયાગરાજમાં સ્નાન કર્યું હતું. અમારી સરકારને અપીલ છે કે, ગંભીર રીતે રીતે ઘાયલોને એર એમ્બ્યુલન્સની મદદથી નજીકની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં પહોંચાડી તેમને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવામાં આવે. મૃતકોની લાશને ચિન્હિત કરી તેમના પરિવારને સોંપવામાં અને તેને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે. જે લોકો વિખૂટા પડ્યા છે, તેમને ભેગા કરવા માટે તાત્કાલિક પ્રયાસ કરવામાં આવે.
હેલીકોપ્ટરનો સદુપયોગ કરતા દેખરેખ વધારો. સતયુગથી ચાલતી આવતી શાહી સ્નાનની અખંડ અમૃત પરંપરાને નિરંતર રાખો, રાહત કાર્યોને સમાનાંતર સુરક્ષિત મેનેજમેન્જની વચ્ચે મૌની અમાવસ્યાના શાહી સ્નાનને સંપન્ન કરાવાની વ્યવસ્થા કરવામાં આવે. શ્રદ્ધાળુઓને અમારી અપીલ છે કે, આ કપરા સમયમાં સંયમ અને ધૈર્યથી કામ લે અને શાંતિપૂર્વક પોતાની તીર્થયાત્રા સંપન્ન કરે. સરકાર આજની ઘટનાથી સબક લેતા શ્રદ્ધાળુઓને રોકાવા, ભોજન પાણી તથા અન્ય સુવિધાઓ માટે સારી વ્યવસ્થા કરે. દુર્ઘટનામાં આહત થયેલા લોકોને શીધ્ર સ્વાસ્થ્ય લાભની કામના.