Last Updated on by Sampurna Samachar
પોલીસ કમિશ્નરે હીરાવાડી ચાર રસ્તા પાસે વિઝિટ કરી
નાગરિકો અને સરકારી અધિકારીઓને હેલમેટ પહેરવા અપીલ કરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં દિવસે દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરવા માટે ખુદ શહેરના પોલીસ કમિશનરએક્શનમાં આવ્યા છે. થોડા સમય પહેલા પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા નારોલ અને એસ.જી હાઈવેપર ઝાયડસ ચાર રસ્તા પાસે ટ્રાફિકને લઈને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. હવે તેમણે શહેરના હિરાવાડીવિસ્તારમાં વિઝિટ કરી હતી.

શહેરમા હિરાવાડી ચાર રસ્તા પાસે પોલીસ કમિશનર જી.એસ. મલિકે વિઝિટ કરી હતી. આ વિસ્તારમાંટ્રાફિકની સમસ્યા અંગે તેમણે માહિતી મેળવી હતી. અહીં સર્જાઈ રહેલા ટ્રાફિકને લઈને તેમણે જરૂરી સૂચનાઓઆપી હતી. ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો.
પોલીસ કમિશ્નરે આ વિઝિટ દરમિયાન ખાસ નોંધ લીધી હતી
બિનજરૂરી રોડ કટ બંધ કરવામાં આવ્યા હતાં. ખુદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે મેદાનમાં ઉતરીને ટ્રાફિક વ્યવસ્થાનું રૂબરૂ નિરીક્ષણ કર્યુંહતું. પોલીસ કમિશ્નરે આ વિઝિટ દરમિયાન ખાસ નોંધ લીધી હતી. તેમણે નાગરિકો અને સરકારીઅધિકારીઓને હેલમેટ પહેરવા અપીલ કરી હતી.
અગાઉ પોલીસ કમિશનરે ઝાયડસ ચાર રસ્તાની મુલાકાત લઈને બ્રિજની નીચે બંને તરફ નવા ટ્રાફિક કટખોલવાની મંજૂરી આપી હતી.પોલીસનો દાવો છે કે આ નવા કટથી વાહનોની અવરજવર સરળ બનશે અને ચારરસ્તા પર થતો ટ્રાફિક જામ ઓછો થશે. જ્યાં પણ બિનજરૂરી કટ ટ્રાફિક જામનું કારણ બને છે તેવા કટનેતાત્કાલિક અસરથી બંધ કરવાની કામગીરી પોલીસ કમિશ્નરે શરૂ કરાવી હતી.