Last Updated on by Sampurna Samachar
ગ્લોબલ ઇલેક્ટ્રિક ઉત્પાદકોએ પહેલાથી જ રસ દાખવ્યો
ટેસ્લા ભારતના ટેરિફથી બચવા માટે ફેકટરી બનાવે તો તે અન્યાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેસ્લાના CEO અને સ્પેસએક્સના માલિક એલોન મસ્કની ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા ભારતમાં શો રૂમ ખોલવામાં રસ ધરાવે છે. પરંતુ તેને ભારતમાં (ટેસ્લા ઇન્ડિયા) કારનું ઉત્પાદન કરવામાં રસ નથી. આ નિવેદન ખુદ દેશના કેન્દ્રીય ભારી ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીનું છે. અગાઉ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, જો ટેસ્લા (TESLA) ભારતના ટેરિફથી બચવા માટે ત્યાં ફેક્ટરી બનાવે છે, તો તે અમેરિકા સાથે અન્યાય થશે.

ભારતમાં ઈલેક્ટ્રિક કારના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે યોજના માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આ જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મર્સિડીઝ-બેન્ઝ, ફોક્સવેગન-સ્કોડા, હ્યુન્ડાઇ અને કિયા. આ બધા ગ્લોબલ ઇલેક્ટ્રિક ઉત્પાદકોએ પહેલાથી જ રસ દાખવ્યો છે. જ્યારે ટેસ્લા બે શોરૂમ ખોલવા જઈ રહ્યા છે. તેમને ભારતમાં ઉત્પાદન કરવામાં રસ નથી.
ટેસ્લાની ભારતમાં લાવવાની યોજનાઓની ટીકા કરી
એલોન મસ્કે એપ્રિલ ૨૦૨૪ માં કહ્યું હતું કે, ‘કંપનીની ભારે જવાબદારીઓને કારણે તેમની ભારત મુલાકાત મોડી પડી છે.‘ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૫માં PM મોદી તેમની US મુલાકાત દરમિયાન ટેસ્લાના CEO એલોન મસ્કને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૨૫માં અમેરિકાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેસ્લાની ભારતમાં લાવવાની યોજનાઓની ટીકા કરી હતી. તેમણે તેને અમેરિકા માટે ‘અયોગ્ય‘ ગણાવ્યું હતું.